મોદી સરકાર દેશના હિતમાં કઠોર નિર્ણયો કરવા સક્ષમ : ભાગવત

નવી દિલ્હી : રાષ્ટીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગગતે આજે વિજયાદશમી ના પ્રસંગે હમેંશાની જેમ નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં જુદા જુદા વિષય પર વાત કરી હતી. ભાગવતે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી એક સાહસી નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર દેશહિત અને જનભાવનાનુ સન્માન કરીને કઠોર નિર્ણય કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. આ બાબત સરકારે કલમ ૩૭૦ની નાબુદી મારફતે દર્શાવી દીધી છે. કલમ ૩૭૦ની નાબુદી બદલ મોદી સરકારની ભાગવતે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે હાલના સમયમાં દેશની સુરક્ષા તાકાતની Âસ્થતી દુનિયાના દેશો જાઇ રહ્યા છે. અમારી સેનાની  તાકાત અને તૈયારીના કારણે લોકો હવે વધારે ગર્વ અનુભવ કરી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.