જીવણપૂર ચોકડી નજીક દેશી દારૂ સાથે પકડાયેલી બે મહિલા બુટલેગર પાસેથી ૨૫ હજારનો તોડ કરનાર પોલીસ અસલી કે નકલી..?

દારૂની બદીથી ખદબતા અરવલ્લી જીલ્લામાં પોલીસવડા મયુર પાટીલે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે દારૂ-જુગારની બદી અટકાવવામાં થોડાગણા અંશે સફળ રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના પીઠા ધમધમી રહ્યા છે જીલ્લા પોલીસવડાની આંખોથી દૂર રાખવામાં જીલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું લાગે છે વહીવટદારો,સ્થાનિકપોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હપ્તારાજ માં દેશી દારૂના રવાડે અનેક પરિવારો ગરીબીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે મંગળવારે સાંજના સુમારે મોડાસાના જીવણપૂર ચોકડી નજીક ઇકો કારમાં પસાર થતી છારાનગરની મહિલા બુટલેગરોને સાદા કપડામાં બાઈક પર પહોંચીલા ત્રણ પોલીસ કર્મીઓએ ૨ બાઈક પર પહોંચી ૨૫ હજાર રૂપિયાનો તોડ કરી જવા દીધી હોવાની પંથકમાં ચર્ચાએ ચકચાર મચાવી છે.અસલી પોલીસ હોત તો પ્રોહીબીશનનો કેશ કેમ ના કર્યો..? કદાચ નકલી પોલીસે તો અસલીનો રંગ બતાવી તોડ નહિ કર્યો હોય જેવા યક્ષ પ્રશ્નો સ્થાનિકોમાં ઉઠ્યા છે
         અરવલ્લી જીલ્લામાં બુટલેગરો સાથે પોલીસની ભાઈબંધી અને હપ્તારાજની આડમાં બુટલેગરો બેફામ બન્યા છે મોડાસાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં વર્ષો થી દેશી દારૂની ભઠ્ઠીઓ માં  હજ્જારો લીટર દેશી દારૂનું દરરોજ ઉત્પાદન થાય છે અને જીલ્લાના શહેરો થી ગ્રામ્ય વિસ્તાર અને અમદાવાદ સુધી છારાનગરના દેશી દારૂની ડિમાન્ડ હોવાથી ખાનગી વાહનો મારફતે પહોંચાડવામાં આવે છે છારાનગર પોલીસતંત્ર માટે કમાઉ દીકરો બની રહ્યું છે.
    આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે મોડાસા-શામળાજી રોડ પર આવેલી જીવણપૂર ચોકડી નજીક ઈકો કારમાં દેશી દારૂના જથ્થા સાથે પસાર થતી હતી. ત્યારે બાઈક પર ધસી આવેલા સાદા કપડામાં રહેલા ત્રણ વ્યક્તિઓએ એલસીબી પોલીસની ઓળખાણ આપી કાર અટકાવી દીધી હતી કારમાં દારૂની હેરાફેરી કરતી બંને મહિલાઓ સામે કાયદાનો રોફ બતાવતા ફફડી ઉઠી હતી તકનો લાભ ઉઠાવી બંને વ્યક્તિઓએ કેશ ના કરવો હોય તો ૩૦ હજાર રૂપિયાની માંગ કરતા મહિલાઓએ ૨૦ હજાર આપવાની વિંનતી કરતા વહીવટદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને છેલ્લે ૨૫ હજાર રૂપિયાનો તોડ કરી બંને મહિલાઓને બા અદબ જવા દીધી હતી. સમગ્ર ઘટના કરિયાણાની દુકાન અને અનાજ દળવાની ઘંટી નજીક બનતા લોકોમાં પણ ભારે અચરજ ફેલાયું હતું. 
      આજુબાજુમાં તમાશો જોઈ રહેલા લોકો તોડ કરનાર પોલીસ અસલી હતી કે નકલી સમાજે તે પહેલા બે  બાઈક પર પહોંચેલા ત્રણ પોલીસ કર્મચારીઓ કે નકલી પોલીસ રફુચક્કર થઈ ગયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.