ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ દ્વારા એનાલિટિકલ ટેકનિક્સ બે દિવસીય વર્કશોપ યોજાયો

 
 
 
 
 
                        સાયન્સ અને ફાર્મસી ક્ષેત્રના અભ્યાસુ-સંશોધકો માટે ‘સોક્ટ્રો સ્કોપિક અને કોમેટોગ્રાફિક ટેકનિક્સ અને તેની ઉપયોગિતા વિશે પાયાની સમજ કેળવાય તેવા ઉદાત હેતુ સાથે ગણપતયુનિવર્સિટીની ‘એસ.કે.પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને રિસર્ચ’ દ્વારા ગઈ તા.ર૪ અને રપ દરમિયાન બે દિવસીય કાર્ય શિબિરનું આયોજન થયું હતું.
‘એનિમસ હેલ્થેકર, ‘વી કેર ફાર્માસ્યુટિકલ’ અને ‘કેમ્પર નામની રાજ્યની ત્રણ અગ્રણી ફાર્મા-કંપનીઓના સહયોગમાં યોજાયેલા આ “હેન્ડસ ઓન ટ્રેઈનિંગ ઓન એનાલિટિકલ ટેકનિકસ ઃ સ્પેક્ટોર્સ્કોપી એન્ડ કોમેટોગ્રાફી” (સીરિઝ-૧) નામના બે દિવસીય વર્કશોપના ઉદ્‌ઘાટન-સમારોહમાં ગણપત યુનિવર્સિટીના પેટ્રઈન-ચિફ તેમજ પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ, ગણપત યુનિ.ના ડેપ્યુટી ડાયરેક્ટર અને સાયન્સ ફેકલ્ટીના ડીન  ર્ડા.પ્રો.આર. કે.પટેલ અને ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીના કવોલિટી કંટ્રોલ ડિવિઝનના એક ડેપ્યુટી મેનેજર અંકુર રાવલ સહિત ગુજરાતની વિવિધ કોલેજા-સંસ્થાઓના ૧ર૦ થી વધુ અભ્યાસુ-સંશોધકો આ અવસરે ઉપÂસ્થત રહ્યા હતા.
ગણપતભાઈ પટેલે કોઈપણ કાર્યના પ્રારંભ પહેલા પરિÂસ્થતિનું આકલન કરી, માહિતીની વિગતોનું યોગ્ય નિરીક્ષણ પૃથ્થકરણ કરી તે કામ કરવું જાઈએ તો જ તેમાં સફળતાને નિપુણતા મળે તેવી જીવનના પાયાના સિધ્ધાંતની વાત સમજાવી હતી.
વર્કશોપમાં કુલ ત્રણ થિયરી સેશન્સ અને બે પ્રેકટિકલ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત તરીકે ર્ડા.એસ.એસ.સાવલે, ર્ડા.પી.યુ.પટેલ, ર્ડા. કુંજન બોડીવાલા, ર્ડા.એસ.એ.પટેલ, ર્ડા.ડી.પી. પટેલ, ર્ડા.બી.એસ. પટેલ વગેરેએ સેવાઓ આપી હતી.
ગણપત યુનિ.ની ફાર્મસી કોલેજના પ્રો.ર્ડા.એસ.એ. પટેલે વર્કશોપના કો. ઓર્ડિનેટર તરીકે, પ્રો.ર્ડા. પી.યુ. પટેલે સાયÂન્ટફિક એડવાઈઝર તરીકે અને બી.એચ. પટેલ તેમજ આર.એ. પટેલે કોકો-ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી વર્કશોપના આયોજનને સફળ બનાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.