પત્ની અને 3 બાળકોને મારીને પોતે પણ લગાવી લીધી ફાંસી

અલાહાબાદ: ધૂમનગંજના પીપલગામમાં એક ખેડૂતે તેની પત્ની અને ત્રણ છોકરીઓની હત્યા કર્યા પછી પોતે પણ ફાંસી લગાવી લીધી છે. સોમવારે સાંજે આ ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા પત્નીની લાશ ફ્રિજમાંથી મળી આવી છે. જ્યારે બે છોકરીઓમાંથી એકની લાશ કબાટમાં અને એક છોકરીની લાશ સુટકેસમાં ઠુસીને ભરવામાં આવી હતી. છોકરીઓને ઝેર આપીને મારવામાં આવી હોવાની શંકા છે. જ્યારે પત્નીને ગળુ દબાવીને મારવામાં આવી હતી. પોલીસે આ ચકચારી મર્ડર અને સુસાઈડ કેસનું કારણ પારિવારિક ઝઘડો માનવામાં આવે છે.

મૃતક મનોજ કુશવાહા ઉર્ફે ભલ્લૂ તેના વિસ્તારનો સૌથી સંપન્ન ખેડૂત હતો.તે એક મોટા ઘરમાં સંયુક્ત પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં પત્ની સુનિતા અને ત્રણ દીકરીઓ સૃષ્ટી (8), શિવાની (6) અને સોનુ (3) હતી. ઘરના બીજા ભાગમાં પિતા ગુલાબચંદ ભાઈ ગોપાલ અને પત્ની સાધના સાથે રહેતા હતા.

મૃતકના પિતાએ જણાવ્યું કે, જ્યારે તેઓ સોમવારે સાંજે 5 વાગે ખેતરથી પરત આવતા હતા ત્યારે તેમણે જોયું કે, મનોજના રૂમનો દરવાજો બંધ હતો. તેથી ગુલાબચંદે તેમની નાની વહુ સાધનાને આ વિશે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે, તેમની રૂમનો દરવાજો બપોરથી જ બંધ છે.
શંકાસ્પદ ઘટના લાગતા તેમણે ગામના સરપંચ રામાનંદ પાલને બોલાવ્યા અને પોલીસને પણ જાણ કરી. પોલીસે ઘરનો દરવાજો ખોલીને પાંચેય સભ્યોની લાશ બહાર કાઢી હતી.
 ઘટનાની જાણ થતાં જ એસએસપી નિતિન તિવારી સાથે આઈજી અને એડીજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.
 પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પહેલાં પત્ની અને બાળકોની હત્યા કરીને મનોજે પોતે પણ ફાંસી લગાવી લીધી હતી. તેના પગ જમીન સાથે અડેલા હતા. તેથી માનવામાં આવે છે કે, ગળુ દબાવવા માટે તેણે ખૂબ મહેનત કરવી પડી હશે
ફ્રિજમાં સુનીતાની લાશ સિવાય ટામેટા હતા. ફ્રિજ નાની સાઈઝનું હોવાથી તેના પગ વાળીને તેની લાશ ફ્રિજમાં ઠુસવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.