ખોટી દરખાસ્તો મુકનાર ઉપેરા પરા વિસ્તાર સેવા સહ. મંડળીના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ

   
 
 
                                     ઉંઝા તાલુકાના ઉપેરા ગામે સૂચિત પરા વિસ્તાર સેવા સહકારી મંડળીના મુખ્ય આયોજક અને ગામના તલાટીએ ભેગા મળી પોતાના આર્થિક તથા અંગત ફાયદા માટે મૃત વ્યÂક્તઓની ખોટી સહીઓ કરી ખોટી માહીતી આપવા ખોટા સોગંદનામા તેમજ હયાતીના ખોટા પ્રમાણપત્રો બનાવી તેનો ખરા તરીકે  ઉપયોગ કરી દરખાસ્ત મંજૂર કરાવવા ઉંઝા તાલુકા પંચાયત કચેરી તથા જિલ્લા રજી.કચેરીમાં રજૂ કરવાનાં આરોપસર તલાટી અને તા.પં. સદસ્ય વિરૂધ્ધ ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં સમગ્ર તાલુકામાં ભારે ચકચાર જાગી છે. વિગત એવી છે કે ઉપેરા ગામે સેવા સહકારી મંડળી કાર્યરત હોવા છતાં ગામમાં સૂચિત ઉપેરા પરાવિસ્તાર સેવા સહકારી મંડળીની તાલુકા પંચાયત કચેરીમાં દરખાસ્ત મૂકી હતી. જે બાબતે ગત તા. ૧૪/૧ર/૧૭ના રોજ આ મંડળીના મુખ્ય પ્રયોજક બળદેવભાઈ ઈ.પટેલે સાધારણ સભા યોજી ઠરાવ કર્યો હતો.  સૂચિત મંડળીનું બેંકમાં ખાતુ ખોલાવવા સાધારણ સભા યોજી ઠરાવ કર્યો હતો. સૂચિત મંડળીનું બેંકમાં ખાતુ ખોલાવવા બાબતે દરખાસ્ત મૂકનાર વ્યÂક્ત તરીકે જેમનું નામ સર્વાનુમતે ઠરાવેલ તેઓ ખરેખર તા.૭/૧૦/૧૬ના  રોજ મરણ ગયેલ. આ ઉપરાંત ગામના અન્ય કેટલાક મૃત વ્યÂક્તઓના નામોની ખોટી સહીઓ ખોટા ઠરાવ કરી સૂચિત મંડળીના સભાસદોની યાદી તથા ભરેલ સભ્ય ફીની રક્મ દર્શાવતા પત્રકમાં છ જેટલા મૃત્યુ પામેલ વ્યÂક્તઓના ટાઈપ કરેલ નામની સામે તેઓની ખોટી સહીઓ કરી દરખાસ્ત સાથે રજૂ કરેલ. સૂચિત મંડળીના મુખ્ય પ્રયોજક તેમજ બીજા મંડળીના ૧૪ જેટલા પ્રયોજક સભ્યોએ બાંયધરી પત્રક તથા એકરારનામા સરનામું કર્યું હતું. નોટરી દ્વારા સોગંદનામા પણ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બાબતે ઉપેરાના દેવેન્દ્રકુમાર બાબુલાલ પટેલની ફરિયાદના આધારે ઉંઝા પોલીસે સૂચિત મંડળીના મુખ્ય પ્રયોજક અને તા.પં.ના સદસ્ય પટેલ બળદેવભાઈ ઈશ્વરભાઈ ઉપેરા અને ગામના તલાટી ભરતભાઈ મગનભાઈ પટેલ  વિરૂધ્ધ ઈ.પી.કો કલમ ૧૭૭,૧૯૭, ૪૬પ, ૪૬૭, ૪૭૧ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.