પાલનપુર પાલિકાને ચૂનો ચોપડનારા ડીસાના કોન્ટ્રાકટર સહિતના શખ્સો સામે ફરિયાદ

પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નામનો ખોટો લેટરપેડ બેંકમાં રજૂ કરી તેના થકી ચેક બુકો મેળવી તે ચેકમાં પાલિકાના મુખ્ય અધિકારી અને એકાઉન્ટન્ટની ખોટી સહિઓ કરી રૂપિયા ૧૮.૬૨ લાખની રકમની ઠગાઇ થઇ હોવાનો ચોંકાવનારો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મુખ્ય અધિકારીએ ઠગાઇ આચર નારા ડીસાના કોન્ટ્રાકટર સહિત શખ્સો સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ ઠગ ટોળકીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા નહેરૂનગર વાદીટેકરા વિસ્તારમાં રહેતો ભુપતજી તગાજી વાદીએ પાલનપુર નગરપાલિકાનું ખોટુ લેટરપેડ બનાવી નગરપાલિકાને ચેકબુકોની જરૂર હોવાનું લખાણ પાલનપુર એચ. ડી. એફ. સી. બેંકમાં આપ્યું હતુ. જેના આધારે બેંકે ચેક બુક ઇસ્યુ કરી હતી. જેમાં ભુપતજી વાદીએ બે ચેકમાં ચીફ ઓફિસર પંકજ બારોટ અને પાલિકાના એકાઉન્ટન્ટ મહેશભાઇની ખોટી સહિ ઓ કરી રૂ.૧૮,૬૨,૩૮૫ પોતાના થરાદ સ્થિત બેંકના ખાતામાં જમા કરાવ્યા હતા.  જોકે, આ ઠગાઇની પાલિકાને જાણ થતાં મુખ્ય અધિકારી પંકજ બારોટે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ડીસાના કોન્ટ્રાકટર ભુપતજી વાદી અને અન્ય શખ્સો સામે ગૂનો નોંધી પીએસઆઇ કે. એન. રાઠવાએ તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.