પાટણ ખાતે ઇ.વી.એમ.-વી.વી.પેટના નિદર્શન માટેના રથનું પ્રસ્થાન કરાવતા કલેકટર

 લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત 
 
 
 
                            આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ અન્વયે ઇ.વી. એમ. -વી.વી.પેટની કાર્ય પધ્ધતિથી છેવાડાના ગામડાના સામાન્ય મતદારો સુમાહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવવા માટે અને તેની વિશ્વનીયતા અને પારદર્શિકતા અંગે મતદારોમાં જાગૃત્તિ આવે તેવા શુભ આશય માટે તેમજ ભારતના ચુંટણી આયોગની સુચના મુજબ કલેકટર કચેરીના પરિસરમાંથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે લીલી ઝંડી આપી ઇ.વી.એમ.-વી.વી.પેટ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથના પ્રસ્થાનમાં નાયબ ચુંટણી અધિકારી  મુકેશભાઇ પટેલ, પાટણના મામલતદાર કુસુમબેન પ્રજાપતિ તેમજ ચુંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.