5 મિત્રોની એક સાથે અર્થી ઉઠતા ગ્રામજનો હિબકે ચઢ્યા, અગ્નિ સંસ્કારમાં ભારે અરેરાટી

આમજા ગામે રહેતા પાંચ મિત્રો કાર લઇને રાજસ્થાન સ્થિત રણુજા દર્શન કરવા ગયા હતા અને પરત ફરવા સમયે શેરગઢ વિસ્તારમાં ટ્રક સાથે કાર અથડાઇ જતા પાંચે મિત્રોના કરૂણ મોત નિપજ્યા હતા. ગુરુવારે સવારે ખોબા જેવડા ગામમાં એક સાથે 5 -5 અર્થિઓ ઉઠવાના પગલે ગામ આખુ જાણે હિબકે ચઢ્યુ હતુ. અકસ્માતના બનાવના પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી.
 
આમજા ગામના 60 વર્ષિય અમરતભાઇ રમણભાઇ ચૌધરી, 48 વર્ષિય ભરતભાઇ જેશંગભાઇ ચૌધરી, 75 વર્ષિય નારણભાઇ બેચરભાઇ ચૌધરી, 70 વર્ષિય કેશવલાલ પ્રભુદાસ પટેલ, 50 વર્ષિય શંકરભાઇ મણીલાલ પટેલ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ પાંચ મિત્રો કેશવલાલ પટેલની આઇ 10 કાર લઇ રાજસ્થાનમાં આવેલ રામાપીરની સમાધીના દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા તેમને શેરગઢ જીલ્લા 54 મિલ વિસ્તાર નજીક હાઇવે પર ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ભરતભાઇ ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દર્શનાર્થે ગયેલા પાંચ મિત્રોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી હતી. તારીખ 6 સપ્ટેમ્બરને ગુરૂવારના સવારે એક સાથે ગામના પાંચ મિત્રોની સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
 
અમરતભાઇ ચૌધરી 
ભરતભાઇ ચૌધરી 
કેશવલાલ પટેલ 
નારણભાઇ ચૌધરી 
શંકરભાઇ પટેલ
 
એક સાથે આમજા ગામના પાંચ પરીવાર પર આભ તુટી પડ્યું હતું અને પાંચ પરિવારના આક્રંદથી સમગ્ર ગામ શોકગ્રસ્ત બન્યુ હતું. સંપુર્ણ સ્વસ્થ એવા પરીવારોએ મોભી ગુમાવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
 
દર્શનાર્થે ગયેલા ગામના પાંચ મિત્રોના મોતના પગલે ગ્રામજનો દ્વારા ૯ સપ્ટેમ્બરે સવારે 9થી 11.30 કલાકે આમજા બીજ મંડળી ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.