શામળાજી નજીક લકઝરી બસમાંથી આગંડિયા પેઢીના ૩૨.૫૪ લાખની લૂંટ ચલાવનાર ગેંગ રાજસ્થાનમાંથી ઝડપાઈ

 
 
 
 
                ઉદેપુરથી અમદાવાદ લકઝરી બસમાં આર.સી.પટેલ આંગડિયા પેઢીના કર્મચારી નવારામ બાબારામ ચૌધરી (રહે, મોરલી,રાજ) સોના-ચાંદીના દાગીના ભરેલ થેલા સાથે મુસાફરી કરી રહ્યો હતો લકઝરી બસ શામળાજી નજીક આવેલી હોટલ સમ્રાટ પાસે ઉભી રહેતા લકઝરી બસમાં સીટ પર થેલો મૂકી નીચે ઉતરતા રેકી કરેલ ગેંગનો સભ્ય લકઝરી બસમાંથી સોના-ચાંદી ભરેલો થેલો (સોનાના દાગીનાના પાર્સલ-૧૦) રૂ.૩૨૫૪૨૧૦/- લૂંટ કરી કાળા કલરની સ્કોર્પિયોમાં ગેંગના સભ્યો સાથે રફુચ્ચકાર થતા આંગડિયા પેઢીના કર્મચારીનો થેલો ગુમ થતા શામળાજી પોલીસે સ્ટેશનમાં લૂંટની ઘટનાનો ગુન્હો નોંધાતા શામળાજી પોલીસે લૂંટારુ ગેંગના સાગરીતોએ લૂંટની ઘટનામાં વપરાયેલી સ્કોર્પિઓ ગાડી સીસીટીવી ફુટેજમાં કેદ થતા સ્કોર્પિઓ ગાડીના નંબરના આધારે તપાસ હાથધરી ૯ દિવસમાં રાજસ્થાનના પાલી-સુમેરપુર હાઈવે પરથી સ્કોર્પિયોમાં પસાર થતા ૧) માનવેન્દ્રસિહ ઉર્ફે કાલુ ભોપાલસિહ જોધા હાલ રહે દુજાના મુળ રહેલ પાવા તા સુમેરપુર જી પાલી રાજસ્થાન (૨) રવીન્દ્રસિહ મુલસિહ દેવડા રહે મોરડુ તા સુમેરપુર જી પાલી રાજસ્થાન નાઓને પકડી લીધેલ અને તેઓની પાસેથી મોબાઇલ નંગ-૩ આ ગુન્હાના કામે વપરાયેલ સ્કોરપીયો ગાડી કિ રૂ ૭,૦૦,૦૦૦/- તથા ચોરીમાં ગયેલ સોના-ચાંદી દાગીના પૈકી ના સોના-ચાંદી ના દાગીનાનો મુદ્દામાલ કિ રૂ ૨૦,૩૩,૧૬૨/- નો મુદ્દામાલ કબજે કરી આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 
અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટિલના માર્ગદર્શન હેઠળ શામળાજી પીએસઆઈ મેહુલ ચૌહાણ અને તેમની ટીમ અને એલસીબીએ સંયુક્ત તપાસ હાથધરી હોટલ શામળાજી નજીક આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેનાર ગેંગને સીસીટીવી કેમેરામાં કેદ થયેલ અને લૂંટની ઘટનામાં ઉપયોગમાં લીધેલ  રંગ ની સ્કોરપીયો ગાડી નંબર( ઇત્ન-૨૨-ેંછ-૬૦૬૪ ) ના આધારે બાતમીદારો રોકી રાજસ્થાનના પાલી વિસ્તારમાં ધામ નાખી બે શખ્શોને દબોચી લીધા હતા
આંગડિયા પેઢીના કર્મચારીની કામગીરી અને મુસાફરીની સંપૂર્ણ જાણકાર હનુવંતસિહ ઉર્ફે હંસા દેવડા (રહે,બાગસીન)  તથા રવીન્દ્ર સિહ મુલસિહ દેવડા (રહે, મોરડુ ) રાજસ્થાન નાઓએ  રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપવા રવીન્દ્રસિહ મુલસિહ દેવડા અને પ્રધ્યુમનસિહ ઉર્ફે છોટુસિહ રાજપુત (રહે,જાવાલ) આંગડિયા પેઢી જે લકઝરીમાં મુસાફરી કરતો હતો તેમાં મુસાફર તરીકે બેસી ગયા હતા ગેંગના અન્ય ત્રણ શખ્શ  ૧) પરીક્ષીતસિહ ઉર્ફે સેલુ વિક્રમસિહ દેવડા રહે ખીવાંદી તા સુમેરપુર જી પાલી રાજસ્થાન,૨) માનવેન્દ્રસિહ ઉર્ફે કાલુ ભોપાલસિહ જોધા હાલ રહે દુજાના મુળ રહેલ પાવા તા સુમેરપુર જી પાલી રાજસ્થાન,૩) યુવરાજસિહ ઉર્ફે ગોરધનસિહ મીટુસિહ દેવડા રહે બાકલી તા સુમેરપુર જી પાલી રાજસ્થાન નાઓ બ્લેક કલરની સ્કોરપીયો ગાડી નં ઇત્ન-૨૨-ેંછ-૬૦૬૪ ની મા બેસી ઉપરોકત લકઝરી બસ ની પાછળ પાછળ કાળા કલરની સ્કોર્પિઓ ગાડીમાં પીછો કરી રહ્યા હતા લકઝરી બસ શામળાજી નજીક હોટલ સમ્રાટ પાસે ઉભી રહેતા આંગડિયા પેઢીનો કર્મચારી ચા-પાણી કરવા નીચે ઉતરતા તકનો લાભ લઈ સોનાના દાગીના ભરેલ થેલો લઈ સ્કોર્પિયોમાં બેસી રફુચક્કર થયા હતા શામળાજી પોલીસે ૨ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ અન્ય ત્રણ શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.