દૂધવાળો ઘરમાં દૂધ આપવા પહોંચ્યો તો એને જોવા મળી 3 લાશો, ઘરમાં ચારે બાજુ હતું લોહી-લોહી

ગુડગાંવ જિલ્લાના બ્રજપુર ગામમાં બુધવારે કાપડ વેપારીના 4 સભ્યોની શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી છે. પરિવારના 3 સભ્યો ઉપર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે એક મહિલાની લાશ પંખા ઉપરથી લટકેલી મળી છે. મહિલાના શરીર ઉપર પણ ઈજાના નિશાન મળી આવ્યા છે. નવાઈની વાત છે કે, બપોરે એક વાગે પરિવારના 3 સભ્યો ઉપર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો અને આસાપાસના લોકોને તેમની ચીસ પણ સંભળાઈ નથી. જ્યારે ઘટના સ્થળની સામે જ મંદિર આવેલું છે અને આજુબાજુ પણ ઘણાં લોકો રહે છે. મૃતકોમાં ઘરના વડીલ ફુલવતી (50 વર્ષ), દીકરો મનિષ, તેની પત્ની પીન્કી અને દોઢ મહિનાની દીકરી પણ સામેલ છે.
 
દૂધવાળાએ પોલીસને જણાવ્યું કે, રોજની જેમ તેણે ગેટ પરથી મનિષ ભાઈને બુમ પાડી હતી પરંતુ કોઈ રિપ્લાય ન મળ્યો. ત્યારપછી તેણે મુખ્ય દરવાજો પણ ખખડાવ્યો હતો તો પણ કઈ રિપ્લાય ન મળ્યો. ઘરની અંદર એકદમ શાંતિ લાગી. ઘરનો દરવાજો પણ ખુલ્લો લાગ્યો એટલે મે અંદર જઈને જોયું તો ડરાવી દે તેવું દ્રશ્ય હતું. મે સૌથી પહેલાં ફુલવતી દેવીનું લોહીલુહાણ શરીર જોયું. બીજા રૂમમાં મનીષ લોહીથી લથબથ પડ્યો હતો. બીજા એક રૂમનો દરવાજો આંદરથી બંધ હતો. તે તોડીને જોયો તો તેમાં પીન્કી પંખા પર લટકતી હતી અને પલંગ પર તેમની સવા મહિનાની છોકરી પણ લોહીલુહાણ હતી. ઘરમાંથી લૂંટના પણ કોઈ સંકેત મળ્યા નથી. મે દરવાજો તોડીને જોયું ત્યારે બાળકીના શ્વાસ ચાલતા હતા. તેથી હું બાળકીને તાત્કાલીક લઈને દવાખાને પહોંચ્યો તો ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી.
 
પોલીસે અત્યારે મૃતક મનીષના ભાઈ પ્રવણીથી પૂછપરછ શરૂ કરી છે. આખા મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. મૃતકોની બોડિને ગુડગાંવ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. જે રૂમમાંથી પીંકીની લાશ મળી છે ત્યાં બેડ પરથી પોલીસને એક લોહી વાળું ચપ્પુ પણ મળી આવ્યું છે. પોલીસને શંકા છે કે મર્ડરમાં આ ચપ્પુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘરમાં આ હત્યા કાંડ થયો છે તે ઘરના વડીલ રુપસિંહનું બે વર્ષ પહેલાં જ નિધન થયું છે. પરિવારમાં તેમની પત્ની ફુલદેવી અને તેમના બે દીકરા મનીષ અને પ્રવીણ છે. તેમાં મનીષ અને ફુલદેવીની શંકાસ્પદ રીતે હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.