સુરત એક્સિડન્ટ બારડોલીના સરભોણ નજીક ચાલુ પીકઅપ વાનમાં સાપ નીકળતાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત

સુરતઃબારડોલીના અમલસાડીથી 20 મહિલાઓને લઈને મહિન્દ્રા પીકઅપ વાન વાંકાનેર જવા માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં પીકઅપ વાનના બોનેટમાંથી સાપ નીકળીને સ્ટીયરીંગ પર દેખાયો હતો. જેથી ગભરાયેલા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં વાન પલટી મારી ગઈ હતી. રસ્તામાં સાઈડ પર વાન પલટી મારી જતાં પીકઅપ વાનમાં સવાર 20 મહિલાઓમાંથી 17 મહિલાઓને ઈજાઓ પહોંચી હતી જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
 
નિણત ગામે વળાંક ક્રોસ કર્યા પછીના સિંગલ રસ્તા પર 30 કિમીની સ્પીડ પર પસાર થતાં હતા. ત્યારે અચાનક એકસીલેટરના પાવડા પાસેથી અચાનક સાપ નીકળી આવતા હું ગભરાઈ ગયો હતો. અને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રસ્તાની સાઇડમાં પીકઅપ પલ્ટી મારી ગઈ નસીબ જોગ સાપે ડંખ માર્યો ન હતો, હું નીકળું તે પહેલા સાપ પણ ક્યાક જતો રહ્યો હતો.
 
અમલસાડીનો રોહિતભાઇ હળપતિ સરપંચ સાથે પીકઅપ ભાડે ફેરવે છે. ત્રણ દિવસ પહેલા પીકઅપના એંજિનના ભાગે સાપ ભરાયો હતો. જેને કાઢવા ઘણા પ્રયત્નો કરવા છતાં નીકળ્યો ન હતો. ત્યાર બાદ બુધવારે ભાડામાં ફેરા પણ દિવસ દરમિયાન માર્યા હતા, અને ગુરુવારે બેસણામાં જતાં ચાલુ પીકઅપે સાપ ચાલક સામે નીકળી આવવાની અજીબ ઘટના બની હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.