બનાસકાંઠાને અડીને આવેલા એક ગામના જૈન દેરાસરમાંથી ચોરી કરતા બે ચોર CCTVમાં કેદ

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ રાજસ્થાનનાં મંડારના ભટાણામાં ગામનાં એક જૈન દેરાસરમાં બે ચોર તીક્ષ્ણ હથિયારો દ્વ્રારા ભગવાનની મૂર્તિઓને નુકશાન પહોંચાડીને મૂર્તિઓ પરથી સોનાની અને ચાંદીની ચોરી કરતા  CCTV કેમેરામાં કેદ થયા છે.
 
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ રાજસ્થાનનાં મંડાર તાલુકાના ભટાણા ગામમાં એક જૈન દેરાસરમાં બે તસ્કરો ત્રાટકયા હતા. અને બંને જણા કોઈપણ જાતનો ભય કે ડર વિના આરામથી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રાખવામાં આવેલ ભગવાનની મૂર્તિઓ પર લગાવેલી આંગી(ભગવાનનાં ઘરેણા) જે સોના અને ચાંદીનો હોય છે તેને મૂર્તિઓ પરથી ઉખાડવા માટે બંને ચોરોએ તિક્ષ્ણ હથિયારથી મૂર્તિઓ પર પ્રહાર કરી સોનું ચાંદી અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા છે.
 
આ બન્ને ચોરો આ મંદિરમાં લાગેલા કેમેરાથી અજાણા હોય તેવું લાગી રહ્યું છે જયારે આ બન્ને ચોરોની ચોરી કરતી તમામ હરકતો કેમેરામાં કેદ થઇ ગઈ છે.
 
જયારે આ બંને ચોરોની હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો ત્યારે વિડીયોની પડતાલ કરતા મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનાં મંડાર પોલીસ મથકે ટેલીફોનીક વાતથી જાણવા મળેલ છે કે આ ભટાણા ગામના દેરાસરમાંથી ચોરી થયાની ફરિયાદ નોધવામાં આવી છે અને તે ચોરીમાં ૧.5 કિલો ચાંદી અને 50 ગ્રામ સોનું તેમજ દાન પેટીમાંથી અંદાજીત રોકડ રકમ રૂ.૫૦૦૦ની ચોરી કરી ફરાર થયી ગયા છે અને તેની સાથે સાથે પોલીસે તે પણ જણાવ્યું હતું કે તે જ રાત્રે દેરાસરની આસપાસનાં બંધ મકાનમાંથી ઘરના તાળા તોડી ઘરમાંથી અંદાજીત ૨૫૦૦૦ની મત્તાની ચોરી પણ થયેલ છે જયારે આ બંને ઘટનાઓની પોલસે ફરિયાદ નોધી આ ચોરોને પકડવાની કવાયત હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.