સમીની નવભારત હાઈસ્કૂલના આચાર્યનું સ્વાઈન ફ્લૂથી મોત

અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કારણે અદજે રર જેટલા લોકો અત્યાર સુધમાં મોતને વ્હાલુ કરી ચુક્યા છે. તેવા સમયે સ્વાઈન ફ્લુનો રોગ પાટણ જિલ્લામાં પગપેસારો કર્યો હોઈ સમી તાલુકા મથકે જય ભારત સ્કુલમાં ફરજ બજાવતા ૪પ વર્ષીય આચાર્યનું સ્વાઈન ફ્લુના કારણે મોત નીપજવા પામ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાની સમી તાલુકામાં જય ભારત હાઈસ્કૂલના આચાર્ય તુલસીભાઈ શ્રોફનું ૪પ વર્ષની ઉંમરે ગત રાત્રીના અઢી વાગે સ્વાઈન ફ્લુના રોગથી નિધન થવા પામ્યુ છે. વર્લ્ડ લેવલમાં રમત ગમત ક્ષેત્રે અને ખાસ કરીને કરાટેમાં આગવું યોગદાન ધરાવતા તેમજ અનેક વિદ્યાર્થીઓને ગુજરાત અને ભારતમાં પ્રથમ એવોર્ડ અપાવનારા સમાજ સેવી આચાર્ય તુલસીભાઈ શ્રોફનું સ્વાઈન ફ્લુથી મોત નિપજતાં વિદ્યાર્થી આલમ તેમજ પાટણ જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રવર્તવા પામી છે.
હાલમાં પ્રવર્તતી ડબલ સિઝન અને નજીકમાં શિયાળો શરૂ થવાની શક્યતા હોવાથી વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે. જેથી સ્વાઈનફ્લુ ત્રાટકવાની  શક્યતા નકારી શકાય તેમ નથી. અમદાવાદમાં રોજ બરોજ સ્વાઈન ફ્લુના રોગના દર્દીઓ બહાર આવી રહ્યા છે. તેવા સમયે પાટણ જિલ્લામાં સ્વાઈન ફ્લુના રોગથી આચાર્ય શિક્ષકનું મોત નિપજતાં જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા સત્વરે આરોગ્ય પ્રદ સેવાઓ સક્રિય કરવાની જરૂરિયાત ઉભી થવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.