રાજપુર ગામમાં હડકાયા વાનરનો આતંક, 12ને બચકા ભર્યા

સિદ્ધપુરના રાજપુર ગામમાં આવેલ આનંદ પરા અને સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી એક વાંદરો હડકાયો થતા આવતા જતા વૃદ્ધ મહિલાઓ તથા બાળકો સહિત 12 જણાને બચકા ભરતા રહીશોને હોસ્પિટલ પહોંચાડવા પડતા રહીશોમાં ફફડાટ નો માહોલ જોવા મળ્યો હતો.
 
રાજપુરના દિનેશભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે સરદાર નગર આનંદ પરુ અને તેની આજુબાજુની સોસાયટીમાં ચાર દિવસથી એક વાંદરા આતંક મચાવી રહીશોને બચકા ભરતા રહીશોને આખો દિવસ તેમજ રાત્રે પણ લાકડીઓ લઈને ચોકી પહેરો ભરવો પડી રહ્યો છે. આ અંગે સિધ્ધપુર આર.એફ.ઓ ને બે દિવસથી વારંવાર જાણ કરતા ગુરૂવારના રોજ આર.એફ.ઓ ભરતભાઈ પટેલ તેમની ટીમ સાથે આવી પહોંચી વાંદરો પકડવાની તજવીજ હાથ ધરી હતી.
 
મહેસાણાેથી વાંદરો પકડવા માટે નિષ્ણાતોની ટીમ બોલાવી વાંદરો પકડવા માટે કવાયત હાથ ધરી હતી. હડકાયા વાંદરાએ ચાર દિવસમાં બારથી વધારે વ્યક્તિઓને બચકા ભરી ઈજા પહોંચાડી છે. સવિતાબેન મોટરસાઇકલ પરથી જતા હતા તે દરમિયાન તેમના ઉપર હૂમલો કરતા બંને જણાને ઈજાઓ થઈ હતી હીરાબેન પટેલ ઉં.65ના જણાવ્યા પ્રમાણે તેઓ રાત્રે નવ વાગ્યાના સુમારે જમી બહાર ઓસરીમાં બેઠા હતા તે દરમિયાન અગાસીમાંથી અચાનક વાંદરાએ આવી હુમલો કરી બચકા ભરી લેતા 14 ટાંકા લેવા પડ્યા હતા ચાર દિવસથી ગામના યુવાનો હાથમાં લાકડીઓ લઈને ફરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.