સાબરકાંઠામાં કમોસમી માવઠાથી ૧૫૦ હેક્ટરમાં ૩૩ %થી વધુ નુકસાન

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ૨જી નવેમ્બરે થયેલા કમોસમી વરસાદે ખેડબ્રહ્મા વડાલી અને પ્રાંતિજ તાલુકામાં ખરીફ ઉત્પાદનને ભારે નુકસાન કર્યું છે. જેમાં સૌથી વધુ નુકસાન ખેડબ્રહ્મા તાલુકાના ૨૬ ગામમાં થયું છે. ખેતીવાડી વિભાગના સર્વેમાં ૧૫૦ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે અને પાક વીમા અંતર્ગત થઇ રહેલ સર્વેમાં ૧૭૨૯ અરજીઓ પૈકી ૭૦૪ અરજીઓનો સર્વે પૂરો થયો છે. જેમાં સરેરાશ ૨૫ થી ૩૦ ટકા નુકસાન હોવાનું જાણવા મળી રહ્યું છે. ૨જી નવેમ્બરે ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ અને વડાલી તાલુકાના કુબાધરોલ નાદરી પંથકમાં તથા પ્રાંતિજ તાલુકામાં થયેલા વરસાદને પગલે ખરીફ ઉત્પાદનને વ્યાપક નુકસાન થતા જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા અસરગ્રસ્ત ૩૮૬૫ હેક્ટરમાં સંભવિત નુકસાન થયાના અંદાજ સાથે બીજા જ દિવસથી સર્વે શરૂ કરાયો હતો. જેમાં સૌથી ૧૫૦ હેકટરમાં ૩૩ ટકાથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. ખેડબ્રહ્મા તાલુકાના ૧૬૯૯ અને પ્રાંતિજ વડાલી તાલુકાના પંદર પંદર મળી કુલ ૧૭૨૯ ખેડૂતોએ પાક વીમા સહાય માટે અરજીઓ કરી હતી.ખેડૂતોને બે પ્રકારે વળતર સહાય ચૂકવાય છે. 
જેમાં ૩૩ ટકાથી વધુ નુકસાન હોય તો હેક્ટર દીઠ રૂ.૬૮૦૦ની સહાય એસડીઆરએફ માંથી રાજ્ય સરકાર ચૂકવે છે અને જો પાક વીમો લીધો હોય તો હેકટર દીઠ ધિરાણ આપનાર બેંકે નક્કી કરેલ પાકના રીસ્ક કવર ની ટકાવારી પ્રમાણે વળતર ચુકવાય છે. કેન્દ્ર સરકારે ધીરાણના ધારાધોરણ મુજબ હેકટરદીઠ વીમાકવચ નક્કી કર્યું છે બેન્કો કપાસ માટે હેકટર દીઠ રૂ. ૬૫,૦૦૦ અને મગફળી માટે રૂ.૩૫ હજારનું રીસ્ક કવર કરતું પ્રિમિયમ વસુલ છે. કુદરતી આપત્તિ વેળા પાકને ૨૫ ટકા નુકસાન થયાનું લોસ એસેસર દ્વારા નક્કી કરવામાં આવે તો હેક્ટર દીઠ રૂ. ૬૫,૦૦૦ ના ૨૫% લેખે ૧૨૨૫૦ ચૂકવવામાં આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.