વાવના ખીમાણાવાસ ગામની દૂધ મંડળીની સાધારણ સભામાં હંગામો

વાવ : ગતરોજ તા.ર૮/૬/૧૯ને શુક્રવારના રોજ વાવ તાલુકાની ખીમાણાવાસ દૂધ મંડળીની સાધારણ સભા બપોરે ૧ર-૦૦ કલાકે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાઈ હતી. જા કે, કોઈ અંગત કારણોસર આ સાધારણ સભા તોફાની બનતા મામલો ઉગ્ર બન્યો હતો અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ યુવકો ઘવાયા હતા. જેમાં એક યુવકને માથાના ભાગે તેમજ બીજા યુવકને આંખના ભાગે ગંભીર ઈજાઓ થતાં ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જા કે, આ મુદ્દે બંન્ને જૂથો સામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. હાલમાં બે જૂથો વચ્ચેની અથડામણને લઈને મામલો ઉગ્ર બન્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા પોલીસ તંત્ર સક્રીય બને તેજ જનહીતમાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.