ભાજપની જીત અલગ પ્રકારની કેમેસ્ટ્રી : મોદી

વારાણસી : લોકસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ આજે પ્રથમ વખત પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરો અને ઉપÂસ્થત લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભાજપની જીત ગણિત અને અન્ય તમામ પ્રકારની ગણતરીથી અલગ પ્રકારની જીત છે. ભાજપની જીત ગણિતથી અલગ પ્રકારની કેમેસ્ટ્રી છે. કાર્યકર્તાઓને આ સંદર્ભમાં મોદીએ જીતની કેમેસ્ટ્રી અંગે વાત કરી હતી. સાથે સાથે વિપક્ષને પણ સલાહ આપી હતી. વિપક્ષી પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી. મોદીએ જીત માટેની ક્રેડિટ દેશની જનતા અને કાર્યકરોને આપતા જાતિવાદી રાજનીતિ કરવા માટે વિપક્ષની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આ ચૂંટણી અંકગણિતની નહીં બલ્કે કેમેસ્ટ્રીની હતી. મોદીએ વિપક્ષી દળો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશની રાજનીતિમાં અમને અસ્પૃશ્ય સમજવામાં આવતા હતા પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમારી પાર્ટીની મતહિસ્સેદારી સમગ્ર દેશમાં વધી છે. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પરિણામ એક ગણિત હોય છે પરંતુ દેશના રાજકીય પંડિતોને માનવું પડશે કે, ગણિતની આગળ પણ એક કેમેસ્ટ્રી હોય છે. દેશમાં સમાજની શÂક્તની કેમેસ્ટ્રી, આદર્શો અને સંકલ્પોની કેમેસ્ટ્રી કોઇપણ અંકગણિતને પરાજિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પંડિતોને વિચારવું પડશે કે પરસેપ્શન ક્રિએટ કરનાર પ્રયાસોને પણ પારદર્શીતા અને પરિશ્રમથી પરાજિત કરી શકાય છે. અમારા માટે પણ પારદર્શિતા અને પરિશ્રમમાં કોઇ  વિકલ્પ નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.