મંદિર જમીન વિવાદમાં મધ્યસ્થતા પેનલનો દાવો ઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ નાટયાત્મક વળાંક

નવી દિલ્હી : રામ મંદિર બાબરી મÂસ્જદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂર્ણ થયા બાદ નાટયાત્મક વળાંક આવી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામા આવેલી મધ્યસ્થતા પેનલે સર્વોચ્ચ અદાલતને સુચિત કર્યુ છે કે ૨.૭૭ એકર જમીનની વહેંચણીના આ વિવાદમાં તે સમજુતી સુધી પહોંચી ચુકી છે. પેનલના કહેવા મુજબ મુÂસ્લમ પક્ષ રામ મંદિર માટે કેટલીક શરતો સાથે વિવાદાસ્પદ ભૂમિ પર પોતાના દાવાને છોડી દેવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. સુત્રોના કહેવા મુજબ સુન્ની વક્ફ બોર્ડ, નિર્માણી અખાડા, નિર્મોહી અખાડાના એક પ્રતિનિધી ( તમામ આઠ નિર્મોહી અખાડા આની હેઠળ આવે છે ), હિન્દુ મહાસભા તેમજ રામ જન્મ સ્થાન પુનરુદ્ધાર સમિતિએ એક સમજુતી પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સેટલમેન્ટમાં મુÂસ્લમ પક્ષે રામ મંદિરને યોગ્ય સ્થાન આપવા માટેકેટલીક શરતોનો ઉલ્લેખ કર્યો છે. સેટલમેન્ટ મુજબ મુÂસ્લમ પક્ષની શરત એ છે કે વર્ષ ૧૯૯૧નના કાયદાને કઠોર રીતે પાળીને કેટલીક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭થી જારી વ્યવસ્થા મુજબ આ જગ્યા તમામ માટે પ્રાર્થના સ્થળ તરીકે પ્રયોગ થઇ રહી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.