પુલવામા જવાનોને મારી નાખવાનું કાવતરું :RDX ભરેલી ગાડીમાં ગુજરાતનું રજીસ્ટ્રેશન : શંકરસિંહ વાઘેલા

ગુજરાતના સ્થાપના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “ભાજપના સાશનના કારણે રાજ્ય પર 2.5 લાખ કરોડનું દેવું છે. પેપ્સીકો અને ખેડૂતોની જે લડત ચાલે છે તેમાં પેપ્સીકો અને ખેડૂતોને કહીએ કે કોર્ટ કેસ ન કરે અને કરશે તો પેપ્સીકોને ગુજરાતમાં નો એન્ટ્રી કરીશું. હાલમાં 10,000 ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે બાપુએ કહ્યું હતું કે મોદી સાહેબનું નિવેદન છે બંગાળમાં કે 40 જેટલા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, આ કોઈ પણ પ્રધાનમંત્રીને ન શોભે તેવું નિવેદન છે જે ન કરાય પરંતુ મોદી સાહેબે કહ્યુ છે. જો મોદી સાહેબના સંપર્કમાં 40 હોય તો ભાજપ અને મહારાષ્ટ્રમાં પણ ધારાસભ્ય દુ:ખી છે, હોર્સ ટ્રેડિંગ તો ન કરાય. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ભાજપે હિસાબ આપવાના બદલે હું ઘરમાં જઈને મારીશ. પુલવામા 44 જવાનોને મારી નાંખવાનું કાવતરૂ, આ કાવતરાખોર સરકાર છે. 2002માં ગોધરાના ડબ્બાની કહાની અને કથની તમને ખબર છે. લાશોનું પ્રદર્શન કરવાના હતા. આ લોકોને શરમ નથી. કાયદોને વ્યવસ્થા સાચવવી જોઈએ. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું, “RDX ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશન વાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાંખવાનું કાવતરૂં હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો તે પછી બાલાકોટનું કાવતરૂં હતું. આતંકવાદીઓ મારી નાંખવાના હતા એ ખબર હતી તેમ છતાં ભાજપ સરકારે આ થવા દીધું. એરસ્ટ્રાઇક થયું બધું થયું પરંતુ કોઈ મર્યુ નથી. એમના કરતા મારૂ લોહી વધારે ગરમ અને કેસરી છે, દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કાવતરૂ છે”

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.