ગોધરાના વેગનપુર પાસે બે મિત્ર મળીને દારૂની મહેફીલ માણ્યા બાદ દારૂના નશામાં ચૂર બનેલા મિત્રને કેનાલમાં ઘક્કો મારીને હત્યા કરી નાખી

ગોધરાના વેગનપુર પાસે હત્યા કરેલી યુવકની લાશ મળી આવી હતી. યુવક સાથે તેના મિત્ર મળીને જંગલમા દારૂની મહેફીલ માણ્યા બાદ દારૂના નશામાં ચૂર બનેલા મિત્રને કેનાલમાં ઘક્કો મારીને હત્યા કરી નાખી હોવાનું બહાર આવતાં ગોધરા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોધીને ફરાર મિત્રની તપાસ હાથ ધરી હતી. એક જ યુવતી સાથે બે મિત્રોની જુગલબંધી હત્યામાં પરિવર્તિત થતાં ચકચાર મચી જવા પામી હતી.
 
કાંકણપુર ગામમાં રહેતા અને ખાનગી નોકરી કરતો પૃથ્વીરાજ રાઠોડ ગત તા ૨૧ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી બપોરના સમયથી ગુમ થતાં તેના માતા પિતા દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહતો , પૃથ્વીરાજ ના સંબંધીઓ દ્વારા તેની વધુ શોધખોળ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાવડી ખુર્દ ગામના એક વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું હતું કે ૩ દિવસ પહેલા બે છોકરાઓ બાઇક ઉપર જતાં હતા.
 
જેમાં એક છોકરાએ બીજા છોકરાને પાનમ ની કેનાલમાં ધક્કો મારી ને નાખી દીઘો હતો. જેથી પૃથ્વીરાજના પિતાએ પાનમ કેનાલના કિનારે તપાસ કરતાં વેગનપુર પાસે આવેલ કેનાલના સાયફન પાસેના ઝાડી ઝાંખરામાં પુથ્વીરાજની લાશ મળી આવી હતી.
 
પૃથ્વીરાજના પિતાએ તેમના પુત્ર પૃથ્વીરાજને કાંકણપુરની છોકરી બાબતે પઢીયાર ગામનો સંદીપકુમાર ઉર્ફે પીન્ટુ જશંવતભાઇ પરમારે કેનાલમાં નાખીને હત્યા કરી નાખી હોવાની ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોધાવી હતી . પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને મૃતદેહને કેનાલની બહાર કાઢી પી એમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આરોપી સંદીપ સામે હત્યાનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
 
ગોધરા તાલુકા પોલીસ મથકે હત્યાની ફરિયાદ પૃથ્વીરાજના પિતા દ્વારા નોધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા ફરાર હત્યારા મિત્ર એવા સંદીપ પરમારને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આર આઈ દેસાઈ , ડીવાયએસપી ગોધરા
 
કાકણપુર ગામનો પૃથ્વીરાજ રાઠોડ અને પઢીયાર ગામનો સંદીપ પરમાર બંને એકબીજાના ખાસ મિત્રો હતા.સંદીપને કાકણપુર ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી સંદીપ તેના મિત્ર પૃથ્વીરાજ સાથે જ તેની પ્રેમિકાને મળવા માટે અવારનવાર જતો હતો. પરંતુ સંદીપ અને તેની પ્રેમિકા વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતા તે બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી જતા તે યુવતી સાથે સંદીપના મિત્ર પૃથ્વીરાજે પ્રેમ સંબંધ બાંધ્યો હતો તેની જાણ સંદીપને થતા મિત્ર પૃથ્વીરાજ રાઠોડનું કાસળ જ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તેના મિત્ર પૃથ્વીરાજને સમાધાન કરી લેવા જણાવી ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ તેને કાકણપુર ગામ પાસે આવેલા જંગલમાં બોલાવ્યો હતો અને તે જંગલમાં બંને મિત્રોએ ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.