ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સેવાની સુવાસ મ્હેંકી ઉઠી

ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ નીવડી છે તેમા પણ સરકારની વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓનું ઉમદા અમલી કરણ થતા હોસ્પિટલની સેવાની સુવાસ ચોમેર મ્હેંકી ઉઠી છે.
વિકાસની હરણફાળ ભરતું ડીસા છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય ક્ષેત્રે પણ અગ્રેસર રહેવા પામ્યું છે અહીં આકાર પામેલા અદ્યતન દવાખાના ઓમાં લગભગ તમામ પ્રકારના રોગોની સારવાર મળી રહે છે પરંતુ ખાનગી દવાખાનાઓની સારવાર મોંઘીદાટ પુરવાર થાય છે હાલની કાળઝાળ મોંઘવારી માં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તો આ સારવાર પોષાય તેમ નથી તેથી આવા લોકો માટે રાહત દરે સારવાર કરતી ગાંધી લિંકન હોસ્પિટલ સાચા અર્થમાં રાહત રૂપ પુરવાર થઇ છે જેનો જિલ્લાભરની પ્રજા સાથે રાજસ્થાનની પ્રજા પણ લાભ લે છે હાલમાં સરકારની જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ ગર્ભવતી મહિલાને પ્રથમ માસથી નવ માસ સુધી વિનામુલ્યે નિદાન અને સારવાર થાય છે એટલું જ નહીં, નોર્મલ કે સિઝેરિયન ઓપરેશન કોઈપણ દસ્તાવેજ વગર ૨૪ કલાક ઇમરજન્સીમાં થાય છે એ જ રીતે સરકારની બાલ સખા યોજના હેઠળ નવજાતથી માંડી ૧૨ માસના બાળકની સારવાર અને નિદાન પણ મફતમાં થાય છે, જ્યારે આયુષ્યમાંન કાર્ડ ધારકના સરકારે માન્ય કરેલા તમામ ઓપરેશન વિના મૂલ્યે  થાય છે.
હાલમાં ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી હોસ્પિટલમાં બધી જ ફેકલ્ટીના ડોકટર ઉપલબ્ધ છે તેથી આ સેવાકીય કાર્યનો વધુ ને વધુ જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે તેવો ટ્રસ્ટીગણે અનુરોધ કર્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.