સર્ટી લેવા નીકળેલ યુવાનની બાઈકને ટેન્કરે અડફેટે લેતા મોત : ૧ ઈજાગ્રસ્ત

અરવલ્લી જીલ્લામાં ૪૮ કલાકના સમયગાળામાં ત્રણ જુદા-જુદા અકસ્માતમાં ત્રણ લોકોનો ભોગ લેવાતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા નજીક આવેલા ગાજણ ટોલપ્લાઝા નજીક બાઈક-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા શામળાજી નજીક આવેલા વેણપુર ગામના ૨૦ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી અન્ય બાઈક સવાર  યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખાસ્વાદયો હતો ઈજાગ્રસ્ત યુવકની સ્થિતિ પણ નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
શુક્રવારે વહેલી સવારે, વેણપુર ગામનો મહેશસિંહ દલજિતસિંહ જાડેજા (ઉં.વર્ષ-૨૦) તેના મામાના દીકરા હરદીપસિંહ સાથે બાઈક લઈ મોડાસા તેના પિતા પાસે અભ્યાસના સર્ટિફિકેટ લેવા નીકળ્યા હતા.
 
મોડાસા-શામળાજી રોડ પર ગાજણ ટોલપ્લાઝા નજીક શામળાજી તરફથી બાઈક સાથે પસાર થતા યુવકોને ગાજણ ગામ તરફથી આવતા ટેન્કર ચાલકે ગફલતભરી રીતે હંકારી શામળાજી તરફ જતા રોડ પર એકદમ વાળી દેતા બાઈક-ટેન્કર સાથે ધડાકાભેર ભટકતા બાઈક ચાલક મહેશસિંહ દલજિતસિંહ જાડેજા (ઉં.વર્ષ-૨૦) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક પાછળ બેઠેલા હરદીપસિંહ નામના યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અકસ્માતના પગલે બંને યુવકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી પોતાના વ્હલાસોયા દીકરાનો મૃતદેહ જોઈ પડી ભાંગતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
 
અકસ્માતની ઘટનાને પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે દલજિતસિંહ ગંભીરસિંહ જાડેજાની ફરિયાદના આધારે ટેન્કર (ગાડી.નં-GJ 09 Z 1768 ) ના અજાણ્યા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.