રાતે બે બાળકો અને પતિ સાથે સૂતી હતી પત્ની, સવારે પલંગ પર મળી તેની લાશ, પાસે પડેલી સ્લેટ પર લખ્યું હતું મોતનું કારણ

બડવાની (મધ્યપ્રદેશ): અહીંયા એક મહિલાના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. શબ ઘરમાં પલંગ પર પડેલું મળ્યું. મૃતક મહિલા રાતે બે બાળકો અને પતિની સાથે સૂઈ ગઈ હતી, સવારે અચાનક તે જ પલંગ પર મહિલાની લાશ મળી. શબની પાસે એક સ્લેટ મળી છે. જેના પર સુસાઇડ નોટમાં બાબુ હુસૈન અને તેના પરિવારને મોતના જવાબદાર જણાવ્યા છે. મહિલા ઇશરત મન્સૂરી (24)ના ગળામાં દુપટ્ટો બાંધેલો હતો. સૂત્રોનું માનીએ તો મહિલાની હત્યા કરવામાં આવી છે. એ જણાવ્યું કે સ્વયં દ્વારા સૂતા-સૂતા દુપટ્ટાથી ફાંસી લગાવવી શક્ય નથી.
 
મોહમ્મદ શાહિદ મન્સૂરી અને ઇશરતના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. મૃતકાના પરિવારજનોએ જમાઇ મોહમ્મદ શહીદ પર દીકરીની હત્યાનો આરોપ લગાવ્યો છે. ખબર ફેલાતા જ સ્થળ પર લોકોની ભીડ જમા થઈ ગઈ. હત્યા અને આત્મહત્યાને લઇને હજુ પણ શંકાની સ્થિતિ છે. મામલામાં પોલીસે કેસ નોંધી લીધો છે અને મૃતકાના પતિની પૂછપરછ કરી રહી છે.
 
મૃતકા આંગણવાડી માટે બાબુ હુસૈનને ત્યાં રસોઈ કરવા જતી હતી. તેના પતિ મોહમ્મદ શાહિદે જણાવ્યું કે 10 દિવસ પહેલા જ તેણે કામ છોડ્યું હતું. બાબુ હુસૈન પાસેથી 6 હજાર રૂપિયા લેવાના હતા, જે તે નહોતો આપી રહ્યો. થોડાક દિવસ પહેલા 2 હજાર રૂપિયા આપ્યા હતા. તેને લઈને પણ ઝઘડો થયો હતો.
 
ઇશરતના જીજા વસીમે જણાવ્યું કે ઇશરત સાથે શુક્રવારે સાંજે મોબાઈલ પર વાત થઈ હતી. પરંતુ તેણે કોઇ ઝઘડો થયો હોવાની વાત કરી ન હતી. શનિવારે સવારે તેની મોતના સમાચાર આવ્યા. તેમણે જણાવ્યું કે 8 દિવસ પહેલા પતિ-પત્નીમાં ઝઘડો થયો હતો. આ દરમિયાન શાહિદે ઇશરત પર કેરોસિન નાખ્યું હતું. થોડા સમય પહેલા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ પરિવારજનોએ સંપીને રહેવાનું કહીને દીકરીને જમાઈ સાથે મોકલી દીધી હતી. મૃતકાનું પિયર સેંધવામાં છે. સૂચના મળતાં જ તેની માતા મેહમૂદાબી, ભાઈ ઇમરાન મન્સૂરી, માસી તેમજ માસીની દીકરીઓ તેના ઘરે પહોંચ્યા. મૃતકાના બે માસૂમ બાળકો છે. દીકરી આયત 4 વર્ષ અને દીકરો હુસૈન આશરે 2 વર્ષનો છે.
 
ટીઆઇ રાજેશ યાદવ જણાવે છે કે કેસ નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. મહિલાના પતિ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.