બાયડ નજીક ટ્રક ફરી વળતા બાઇક ચાલક યુવકનું કરૂણ મોત

ધનસુરા-બાયડ માર્ગ પરના કરોલી નજીકથી પસાર થતા ગમખ્વાર અકસ્માત થયાનું સામે આવ્યું છે. બાઈક ચાલકે રસ્તા પરના ખાડાને કારણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ખાડાને કારણે બાઈક ચાલક સહીત અન્ય એક રોડ પર ઢળી પડ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રકનું ટાયર બાઈક સવાર યુવક પર ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા તાલુકાના રામપુર ગામના અજમલ ડાહ્યાભાઈ બામણીયા અને સંજય પંકજભાઈ કટારા મોડાસા શહેરમાં નોકરી કરતા હતા. ગુરૂવારે બાયડ-ધનસુરા રોડ પર કરોલી નજીક બાઇક પર પસાર થતા હતા. ટ્રકે બાઈકને ટક્કર મારતા બંને યુવકો રોડ પર પટકાતા સંજય પંકજભાઇ કટારા નામના યુવક પર ટ્રકના ટાયરો ફરી વળતા ઘટનાસ્થળે મોત થયુ હતું.
અકસ્માતમાં બાઈક ચાલક અજમલ ડાહ્યાભાઈ બામણીયાના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો. અકસ્માતને પગલે બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે તેના વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.