મોડાસા પીવાના પાણીનો કકળાટઃ પાઈપલાઈનમાં વારંવાર ભંગાણથી નગરજનો ત્રાહિમામ

અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે મોડાસા શહેરમાં પુરા પડાતા પાણીના જથ્થામાં પણ કાપ મૂકી એકાંતરે પાણીનું વિતરણ નગરપાલિકા તંત્ર કરી રહી છે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા અને અનિયમિત પાણીનો જથ્થાના વિતરણ થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિર નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા આજુબાજુની ૧૦ થી વધુ સોસાયટીના રહીશોએ પાણી વગર ટળવળવુ પડ્‌યું હતું  મોડાસા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે નગરપાલિકા તંત્ર કુવા,બોર અને માઝુમ ડેમના તળ ઊંડા જતા આંતરા દિવસે પાણી આપવાની ફરજ પડી છે એકાંતરે દિવસે પણ તંત્રની બેદરકારીના પગલે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ડીપ વિસ્તારમાં આવેલી અલંકાર, દેવભૂમિ અને ગણપતિ મંદિર વિસ્તારમાં પાણી આવીને બંધ થઈ જતા નગરજનો પાણી વગર નિઃસાસા નાખ્યા હતા નગર પાલિકાએ રાત્રીના સુમારે પાણીનો પ્રવાહ બંધ કરી સમારકામ હાથધર્યું હતું
 એકબાજુ પાણીની વિકટ સમસ્યા અને બીજીબાજુ તંત્રની બેદરકારીના પગલે વારંવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજ્જારો, લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થતા નગરજનોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.