સાબરકાંઠામાં મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી પાછળ ૨.૫૧ કરોડ રૂપિયાનો ધુમાડો

  
 
 
 
 
                                        કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુધી શહેરો અને ગામડાઓમાં વિગતો દર્શાવતા બોર્ડ પાછળ રૂ . ૨ . ૫૧ કરોડનો ધુમાડો થઈ ચૂક્યો છે . જે પ્રશ્નને લઈને મંગળવારે મળેલી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં એક સદસ્થાએ પ્રશ્ન ઉપસ્થિત કરતા તે અંગે ની ચર્ચા કરવાની ફરજ પડી હતી . તો બીજી તરફ આવા બોર્ડ બનાવા પાછળ થયેલા ખર્ચમાં ભષ્ટ્રાચાર અંગે અન્ય સભ્યોમાં ગણગણાટ થયો હતો . સાબરકાંઠા જીલ્લા પંચાયત અત્યારે કોગેસ હસ્તક છે ત્યારે તેમાં ચુંટાયેલા કેટલાક સભ્યોની નારાજગી ઉડીને આંખે વળગે છે ત્યારે સદસ્યા કંચનબા સોલંકીએ સામાન્ય સભામાં એવો પ્રશ્ન પુછ્યો હતો કે ખેતીવાડી શાખા દ્વારા ખેડુત અકસ્માત હેઠળ તેમના વારસદારોને ચુધણા માટે કેટલી દરખાસ્ત લૈ વર્ષમાં મંજુર કરાઈ તેના જ્વાબમાં જણાવાયું હતુ કે વર્ષ ૨૦૧૬ - ૧૭માં કુલ ૮૨ અને વર્ષ ૨૦૧૭ - ૧૮માં ૯૦ અરજી મળી હતી . જે પૈકી વર્ષ ૨૦૧૬ - ૧૭માં ૩૩ જ્યારે ૨૦૧૭ - ૧૮માં ૧૬ અરજી મંજુર કરાઈ છે . જો કે પ૬ અરજી પડતર છે . સામાન્ય સભામાં નીરુબા લાલસિંહ પરમારે એવો પ્રશ્ન પુછ્યો હતો કે મહાત્મા ગાંધીના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા જયંતી ઉજવવા પાછળ સાબરકાંઠામાં કેટલો ખર્ચ કરાયો તેના જવાબમાં જીલ્લા પંચાયતના સત્તાવાળાઓએ લેખિત જવાબમાં જણાવ્યું છે કે મ્બલીક ઈન્ફર્મેશન બોર્ડ બનાવવા પાછળ અત્યાર સુધીમાં અંદાજે રૂ . ૨ , ૫૧ , ૦૯ , ૩૬૪ ના ખર્ચ કરાયો છે . જે ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી વપરાયા છે . જે અંતરર્ગત પ્રાંતિજ તાલુકામાં રૂ . ૫૫ , ૩૦૦ , હિંમતનગર તાલુકામાં રૂ . ૫૩૬૮૮ , વિજયનગર તાલુકામાં રૂ . ૫૧ હજાર તથા ઈડર , વડાલી , તલોદ , પોશીના અને ખેડબ્રહ્માં રૂ . ૫૫ , ૫ર્હ નો પ્રતિ બોર્ડ દિઠ ખર્ચ ક્રાયો છે . જેને લઈને સામાન્ય સભામાં આ ખર્ચમાં ભષ્ટાચાર થયો . હોવાની બુમ ઉઠવા પામી હતી . જોકે પ્રમુખે કુનેહ પૂર્વક પ્રશ્નની ચર્ચા પર પૂર્ણિવરામ મુકાવી દઈ નવો પ્રશ્ન ચર્ચામાં લઈ લીધો હતો . આ સામાન્ય સભામાં નવીન જીલ્લા પંચાયત બનાવા પાછળ સ્વ ભંડળમાંથી તથા સરકારમાંથી આવેલી ગ્રાન્ટ પૈકી રૂ . ૧૩૪૪ લાખનો ખર્ચ કરાર્યો હોવાનું જણાવાયું હતુ . 
અને સ્વભંડોળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી . તથા વિકાસકામોના ખર્ચ અંગે પણ ચર્ચા કરાયા બાદ સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ હતી 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.