ધાનેરામાં શંકાસ્પદ કોન્ગો ફીવરના કારણે બાળકનું મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ધોરણ બે માં અભ્યાસ કરતા એક બાળકનું શંકાસ્પદ કોન્ગો ફીવરના કારણે મોત નિપજતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.જોકે, કોન્ગો ફીવરને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ પશુ ચિકિત્સાની ટિમોએ સર્વે હાથ ધર્યો છે.ખેડૂત પરિવારે કુમળું બાળક ગુમાવતા સમગ્ર ગામમાં આઘાત છવાયો છે. 
 
ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ત્રણ દિવસની સારવાર બાદ ધોરણ બે માં અભ્યાસ કરતા એક બાળકનું મોત કોન્ગો ફીવરના કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા હાલ ફતેપુરા ગામે આરોગ્ય વિભાગ તેમજ પશુ ચિકિત્સાના તબીબોએ ઘરે ઘરે તેમજ ખેત વિસ્તારમાં જઈ પશુ તેમજ મનુષ્યોની તપાસ કરી રહ્યા છે.ફતેપુરા ગામના રમેશભાઈ પટેલ કે જેમને બે નાની દીકરી છે.જેમાં સૌથી મોટો દિકરો કપિલ કે જે ગામની પ્રાથમિક શાળા મા ધોરણ બે માં અભ્યાસ કરતો હતો. ત્રણ દિવસ પહેલા આ બાળકને તાવ આવતા તેના પિતાએ તેને ધાનેરાના બાળ રોગના તબીબના ત્યાં સારવાર માટે લઈ જવાયો હતો.જોકે તાવ ન ઉતરતા બાળકના પિતાએ તેને ડીસાના તબીબ પાસે સારવાર માટે લઈ ગયા હતા.પરંતુ ત્યાં પણ તબીબે સારવારનો ઇનકાર કરતા આખરે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કપિલને લઈ જવાયો પણ ત્યાંના તબીબે પણ સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાની સલાહ આપી હતી.જેથી અમદાવાદનાની સિવિલ હોસ્પિટલના તબીબોએ સારવાર શરૂ કરી હતી.જોકે, ગતરોજ આ બાળકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.બાળકના મોતનું કારણ પ્રાથમિક તપાસમાં કોન્ગો ફીવર હોવાનું જાણવા મળ્યું છે. જેથી બાળકના શરીરના નમૂના હાલ પૂણેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.જેના પગલે ધાનેરાના તાલુકા પ્રાથમિક અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃતક બાળકના પરિવારની આરોગ્ય તપાસ સાથે શાળાના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.
 
જયારે બીજીતરફ ધાનેરા તાલુકામાં પ્રથમવાર આ બીમારી સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પશુપાલન પર નિર્ભય ગામડાના લોકોમાં આ રોગને લઈ જાગૃતિ લાવવા માટે હાલ આરોગ્ય અને પશુ ચિકિત્સાની અલગ-અલગ ટિમોએ ગામમાં સર્વે હાથ ધર્યો છે.ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભૂરાભાઈ પટેલે પણ ફતેપુરા ગામની મુકલાત લઈ પશુપાલકો ગંભીરતા દાખવે તેવી સલાહ આપી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છેકે,ખાસ કરીને સંકર ગાયની પાસે આ ઈતરડી જીવાણુ વધુ જોવા મળે છે.જયારે ધાનેરા તાલુકામાં મોટા ભાગના ખેતર કે ગામમાં દરેકના ઘરે સંકર ગાય દૂધના વ્યવસાય માટે રખાય છે.જોકે, હાલ પશુ વિભાગના વેટનરી તબીબો તમામ સુરક્ષાના પોષાક સાથે પશુઓના તબેલા પર દવાનો છંટકાવ કરી પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે પશુને પણ યોગ્ય સારવાર અપાઈ રહી છે.ધાનેરા તાલુકાના પશુ ચિકિત્સક એન.કે.પટેલે જણાવ્યું હતું કે આ ઈતરડી જીવાણુથી પશુને કોઈ નુકસાન થતું નથી. જ્યારે આ જીવાણુ મનુષ્યને કરડે તો તેના ઝેરની અસર શરીરમાં ઝડપથી પ્રસરતી હોય છે અને આ રોગ ચેપી હોવાથી તેની અસર અન્ય લોકોને પણ થઈ જતી હોય છે.જેથી હાલ પશુઓ નજીક યોગ્ય દવા છાંટવી જરૂરી છે.રમેશભાઈ પટેલે પોતાનો માસૂમ દીકરો ગુમાવતા આ પરિવાર ભારે આઘાતમાં છે.માત્ર ત્રણ દિવસની બીમારી બાદ આ બાળકનું મોત થયું છે. એક પિતાએ ધાનેરા, ડીસા, અમદાવાદ સહિતની હોસ્પિટલમાં પોતાના દીકરાની સારવાર માટે મથામણ કરી પરંતુ આ રોગ એટલો ભયંકર સાબિત થયો કે આખરે આ માસૂમ બાળકને જીવ ખોવો પડ્યો છે.કોન્ગો ફીવર ચેપી રોગ હોવાથી હાલ પરિવારના દરેક સભ્યની આરોગ્ય તપાસ થઈ રહી છે. મૃતક બાળકના પિતા રમેશભાઈએ પોતાના બાળકની સારવારને લઈએ દુઃખદ ક્ષણો વ્યક્ત કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.