સેન્સેક્સ ૫૭૨ પોઇન્ટ તૂટીને ૩૫૩૧૨ જ્યારે રૂપિયો પણ ૪૪ પૈસા તૂટીને ૭૦.૯૦ના મથાળે

 
 
                                       પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં આવતીકાલે રાજસ્થાન અને તેલંગણામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ આગામી ૧૧ ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર કાર્યરત છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.
 
 
અમેરિકન ડોલર સામે રૂપિયાએ પણ ઇન્ટ્રા-ડે ૭૧નું મથાળું ગુમાવી દીધા બાદ કામકાજના અંતે ૪૪ પૈસા ઘટીને બંધ આવ્યો હતો.
 
                           અમેરિકન ડોલર સામે આજે રૂપિયો ૭૦.૮૨ના નીચા મથાળે ખૂલ્યા બાદ ઇન્ટ્રા-ડે તે તૂટીને ૭૧નું મથાળું ગુમાવી ૭૧.૧૪ના તળિયે ઉતર્યા બાદ કામકાજના અંતિમ તબક્કામાં બાઉન્સ બેક થયો હતો આમ છતાં ય કામકાજના અંતે તે ૪૪ પૈસા તૂટીને ૭૦.૯૦ના મથાળે નરમ રહ્યો હતો.
 
 આ સંજોગોમાં જો કોઈ અઘટિત પરિણામ જાહેર થશે તો તેની આગામી લોકસભાની ચૂંટણી પર પણ અસર થવાની ભીતિની બજાર પર અસર જોવા મળી હતી.
 
 
 
                          વૈશ્વિક સ્તરે ઓપેકની મિટિંગ પૂર્વે ક્રુડ ઓઇલના ભાવમાં ફરી એકવાર વોલેટાલીટી જોવા મળી હતી. તો બીજી તરફ ચીનના કેટલાક પ્રતિકૂળ અહેવાલોની પણ વૈશ્વિક સ્તરે બજારો પર અસર થવા પામી છે. ટ્રેડ વોરના મુદ્દે અમેરિકા- ચીન વચ્ચે સમાધાનકારી વલણની જાહેરાત તો થઈ છે પણ આ મુદ્દે આગામી સમયમાં કેવું વલણ અપનાવાય છે તેના પર વૈશ્વિક નિષ્ણાતો મીટ માંડીને બેઠા છે. આ ઉપરાંત પ્રતિકૂળ પરિબળોના પગલે યુરોપના બજારોમાં પણ આજે કડાકો બોલ્યો હતો.
 
 વિવિધ પ્રતિકૂળતાના કારણે ઇક્વિટી બજારમાં ગાબડું પડતાં તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ભંડોળ પાછું ખેંચાતા તેની નેગેટિવ અસર જોવાઈ હતી. બીજી તરફ ચીનના પ્રતિકૂળ અહેવાલોની પણ હુંડિયામણ બજાર પર અસર થઈ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.