વડગામના મજાદરમાં ૧૦૭ વર્ષના હબીબકાકાએ મતદાન કરી લોકતંત્રના પર્વને દિપાવ્યું

 
 
  ગુજરાતમાં લોકસભા ની ચૂંટણી માં મંગળવારે ઉત્સાહ પૂર્વક વહેલી સવારથી મતદાન મથકો ઉપર મત આપવા લાંબી કતારો લાગી હતી.દરમિયાન પાટણ લોક સભા બેઠકના વડગામ મત વિસ્તાર માં આવેલા મજાદર ગામના શતાયુ મતદાર હબીબ કાકાએ ૧૦૭ વર્ષ ની ઉંમરે મતદાન કરી લોકતંત્રની ઉજવણી કરી યુવાઓ માટે પ્રેરણા રૂપ બન્યા હતા.
 
 ‎મૂળ પાટણ જિલ્લાના વડુંના રહેવાસી અને વર્ષો થી વડગામના મજાદર ગામે રહેતા હબીબભાઈ અલીભાઈ સુણસરાએ મંગળવારે વહેલી સવારે ઘરેથી ચાલતા નીકળી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ૧૦૭ વર્ષના હબીબકાકા ને ઉંમર ને કારણે શાભળવા માં થોડી તકલીફ પડે છે તેમ છતાં આજે પણ પોતાનું નિત્ય તમામ કામ પોતાની જાતે કરે છે અને તંદુરસ્ત જીવન જીવે છે. તેઓએ જણાવ્યું હતુંકે તેઓ પોતે  પાટણના વડું ગામે રહી ૧૯૧૮ પ્રાથમિક શિક્ષણ ચાલતા ભીલેણ ગામે જઇ લીધું હતું અને તે વખતની ગાયકવાડ સરકારમાં શિક્ષણનું મહત્વ ખૂબ હતું.શતાયુ હબીબકાકાને આજે પણ અખબાર વાંચવાનો ખુબ શોખ છે અને રોજ સવારે અખબાર લેવા જાતે જાય છે.૧૦૭ વર્ષના હબીબકાકાએ આઝાદ હિંદુસ્તાનમાં આવેલી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી વિક્રમ સ્થાપ્યો હોવાનું જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.