ડીસામાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી લાખો રૂપિયાની લુંટ

ડીસાના હીરા બજાર વિસ્તારમાં આજે ધોળા દિવસે હવામાં ફાયરીગ કરી આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી લાખો રૂપિયાની લુંટ ચલાવાયાની ઘટનાથી ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. સફેદ ગાડીમાં આવેલા કોઈ અજાણ્યા શખ્સો કે.અશ્વિન આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હવામાં ફાયરીગ કરી બે બેગમાં ભરેલા અંદાજીત લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડાયો હતો. જોકે,અંદાજીત લાખો રૂપિયાની લૂંટ થઈ હોવાનું અનુમાન થઇ રહ્યું છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લુંટારૂઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.