ભિલોડાના માકરોડા ગામની કેયા વાજા મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ બની

અરવલ્લી જીલ્લાની દીકરીઓ અનેકક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે. જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ભિલોડાના માકરોડા ગામની કેયા વાજા મિસ ઇન્ડિયા-2019 સ્પર્ધામાં બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સ ક્ષેત્રે અદ્દભુત પ્રદર્શન કરતા એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધા-2019માં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરી સહેજ માટે ઇન્ડિયા મિસ ઇન્ટરનેશનલ નો ખિતાબ ચુકી જતા ફર્સ્ટ રનર-અપ બની હતી.
 
મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં ફર્સ્ટ રનર અપ બની ગુજ્જુ ગર્લ્સે સમગ્ર દેશમાં નામ રોશન કર્યું હતું. કેયા વાજાંની મોડલિંગ ક્ષેત્રે સિદ્ધિથી તેના માદરે વતન ભિલોડામાં ઉજવણીના માહોલ સાથે કેયા વાજાનું ભવ્યતાભવ્ય સ્વાગત અને રેલી યોજી આવકારવામાં આવી હતી.
 
ઇન્ડિયા સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 25 મોડેલ્સે ભાગ લીધો હતો. જેમાં કેયા વાજા ફર્સ્ટ રનર અપ બની હતી. ઇન્ડોનેશિયાથી પરત ફરેલ કેયા વાજાનું ભિલોડા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ અને ત્રિરંગા સાથે નગરમાં રેલી યોજી હતી. કેયા વાજાને આવકારવા મોટી સંખ્યામાં ભિલોડાના અગ્રણીઓ, નગરજનો અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેયા વાજાએ ર્ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને વીર શહીદ અર્જુનસિંહ ગામેતીના સ્મારકને ફુલહાર અર્પણ કર્યો હતો.
કેયા વાજાના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા-2019 માં સમગ્ર દેશમાંથી 25 મોડલિંગ ક્ષેત્રે સંકળાયેલી મોડલ્સે ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ ,નેશનલ કોસ્ચ્યુમ, બિકની રાઉન્ડ, અને પ્રશ્નોત્તરીનો રાઉન્ડ યોજાયો હતો.
સમગ્ર રાઉન્ડ પછી સહેજ માટે મિસ ઇન્ટરનૅશનલ ઇન્ડિયાનો તાજ ચુકી ગઈ હતી ફર્સ્ટ રનર-અપ બનતા મારુ સ્વપ્ન પૂરું થયું હોવાનું જણાવી મિસ વર્લ્ડ માં ભારતનું પ્રતિનિધત્વ કરવા તૈયારીઓ શરુ કરશે અને સેવાકીય કર્યો તથા દેશની દીકરીઓને તેમની પ્રતિભા બહાર લાવવા માટે બનતા પ્રયત્નો કરશે અને આદિવાસી સમાજની દીકરીઓને પ્રોત્સાહિત કરવાનો નીર્ધાર વ્યક્ત કર્યો હતો તેના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે ભિલોડાના સહીત આજુબાજુના ગ્રામજનો અને આદિવાસી સમાજના લોકોએ રેલી યોજાતા ગદગદિત બની હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.