થરાદમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા

થરાદ :થરાદમાં ભરતભાઇ હોથીભાઇ બ્રાહ્મણની નગરના હાર્દસમા બળીયા હનુમાનચોક પાસે આવેલા ચામુંડા કોમ્પલેક્ષમાં આનંદ મોબાઇલ નામની દુકાન આવેલી છે. ગત રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરો દ્વારા તેમની મોબાઇલની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. અને શટર ઉંચુ કરી તેમાં રહેલા ગ્રાહકોના રીપેરીંગ કરવા માટે આવેલા ૧૦ જેટલા મોબાઇલ અને ૨૦ હજારની અંદાજીત કિંમતની એસેસિરીઝ તથા પાંચ હજારની રોકડ મળીને ૩૫થી ૪૦ હજારની મત્તાની ચોરી કરી ગયા હતા. આ અંગે તેમણે તપાસ કરતાં બાજુમાં આવેલા કુળદેવી મોબાઇલ નામની દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્‌યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ ચાર પાંચ દિવસ પહેલાં માર્કેટયાર્ડની બહારની સાઇડમાં આવેલી ઓમ મોબાઇલ નામની દુકાનમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઇએ થરાદ પોલીસ મથકમાં લેખિત જાણ પણ કરી હતી. થરાદમાં ચોરીઓના વધી રહેલા બનાવોને લઇને ચકચાર મચી જવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.