સાબર ડેરીની ચૂંટણી માટે નેતાઓમાં હોડ : ધારાસભ્ય, પૂર્વ ચેરમેન અને ડિરેક્ટરોએ પણ નોંધાવી ઉમેદવારી

 
 
 
 
 
 
                                   સાબરડેરીની ચુંટણીની પ્રક્રીયા શરૂ થઈ ગઈ છે ત્યારે જાહેરનામામાં જણાવાયા મુજબ બુધવારે કુલ ૧૧૦ ઉમેદવારીપત્રો ભરાયા છે ત્યારે ગુરૂવારે આ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાઈ હતી. જે પૈકી કેટલાક ઉમેદવારીપત્રો રદ થયા છે. પરંતુ ડેરીમાં સત્તા મેળવવા માટેની લાલચામાંથી ખુદ ધારાસભ્ય, પૂર્વ અને વર્તમાન ચેરમેન તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવીને સત્તાલાલચાના દર્શન જીલ્લાના દુધ ઉત્પાદકોને કરાવી દીધા છે. જોકે આ વખતે અગાઉની જેક ચુંટણી બીનહરીફ થવાની કોઈ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી.  આ અંગેની વિગત એવી છે કે સાબરડેરીના નિયામક મંડળની ૧૬ બેઠકો માટે બુધવારે ઉમેદવારીપત્રો ભરાયા હતા. તેમાં સાબરકાંઠા - અરવલ્લીના સહકારી નેતાઓએ સત્તા મેળવવા માટે ખુબજ ખર્ચાળ ગણાતી સાબરડેરીની ચુંટણી લડવાની હોય તેમ તેમણે ઉમેદવારીપત્રો ભરીને પોતાની દાવેદારી કરી દીધી છે. જેને લઈર્ન બંને જીલ્લાના દુધ ઉત્પાદકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે સાબરડેરીમા ડિરેક્ટર તરીકે કેમ કોઈ નવા લોકોને લાભ આપવામાં આવતો નથી. સહકારી ક્ષેત્ર એટલે ડીરેક્ટરો માટે દુઝણી ગાય અથવા ભેંસ સમાન હોવાથી તેઓ ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચારરૂપી મલાઈ તાળવી લેવા માટે અત્યારથી જ રઘવાયા બની ગયા હોય તેમ ૧૮ પૈકી કેટલાક મતદારોને ખરીદીને તેમને મોજશોખ કરાવવા માટે આયોજનમાં લાગી ગયા છે.  જેને લઈને દુધ ઉત્પાદકો પણ ખફાશે. બીજી તરફ ૧૬ પૈકી કેટલી બેઠકો બિનહરીફ કરવા માટે આ સહકારી નેતાઓએ તમામ નિતીઓ અત્યાર કરીને એડીચોટનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. દરમ્યાન આ ચૂંટણી બિનહરીફ ન થાય તે માટે કેટલા સહકારી અગ્રણીઓ તેમની પેનલ ચુંટણીમાં ઉતારવાનો નિર્ણય કરીને તેના સોગઠા ગોઠવી દીધા છે. જેને લઈને હરીફ ઉમેદવારો પણ અસમંજસમાં મુકાઈ રહ્યા છે. ખૂબ જ ખર્ચાળ ગણાતી સાબરડેરી ની ચૂંટણી હેમખેમ પાર પડે ત્યારે જ સારૂં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.