અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત ૧૬૯૮ સ્થળોએ યોગ દિનની ઉજવણી થશે

અરવલ્લી : અરવલ્લી  કલેક્ટર એમ.નાગરાજનનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે વિશ્વ યોગ દિન નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અરવલ્લી જિલ્લા ખાતે ૨૧ મી જુન વિશ્વ યોગ ની ઉજવણી બાબતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.અરવલ્લી જિલ્લા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ ખાતે આયોજિત થશે. આ ઉપરાંત અન્ય  જિલ્લાના મુખ્ય ૦૫ સ્થળ, નગરપાલીકાનાં ૦૨ સ્થળ, તાલુકા કક્ષાનાં ૦૨ સ્થળ એમ કુલ જિલ્લા કક્ષાએ કુલ ૦૯ સ્થળોએ તેમજ ઐતિહાસીક અને ભૌગોલિક મહત્વ ધરાવતાં કુલ-૦૫સ્થળો, તથ ાતાલુકાઓ,નગરપાલીકાઓ, કોલેજો,શાળાઓમાં કુલ અંદાજે ૧૬૯૮ સ્થળોએ યોગ કરવામાં આવશે .જેમાં જિલ્લાનાં નાગરીકો, એન.સી.સી.કેડર,પોલીસના જવાનો, સ્વામી વિવેકાનંદ મંડળોનાં સભ્યો,સ્વૈચ્છિક સંસ્થાઓ, સામજિક સંસ્થાઓ વગેરેના કુલ અંદાજિત ૩ લાખથી વધુ નાગરીકો પ્રાચીન સંસ્કૃતિની ધરોહરને આત્મસાત કરશે.આ મિંટીગમાં જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવીની ઉપસ્થિતિમાં ૨૧મી જુન વિશ્વ યોગ દિન નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો જોડાય તેવુ આયોજન કરવામાં આવ્યુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.