દિયોદરમાં હડકાયા ભૂંડે બે વ્યક્તિ પર હુમલો કર્યો, બંદૂકથી ફાયરિંગ કરી ઠાર મરાયું

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં એક હડકાયા ભૂંડે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને બંનેને ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાના બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભૂંડના કારણ ડરનો માહોલ છવાયો હતો. ભૂંડ અન્ય લોકોને ઈજા ન પહોંચાડે તે માટે ભૂંડને દેશી બંદૂકથી ફાયરિંગ કરીને ઢાર મરાયું હતું.
 
ચમનપુરામાં હડકાયા ભૂંડને મારવા માટે ટોળું ઉમટી પડ્યું હતું. ભૂંડ ઈજાઓ પહોંચીને ભાગીને ગયું હતું તે જગ્યાએ ટોળાઓમાં સામેલ એક શખ્સે દેશી બંદૂકથી ભડાકા કર્યા હતા. જેને પગલે જીવ બચાવવા ભાગેલું ભૂંડ પર આગળ ઊભેલા એક વ્યક્તિએ તેના પર ધારિયાથી વાર કર્યો હતો. જેને પગલે ત્યાંથી ભૂંડ ટોળા તરફ ઘસી ગયું હતું. જ્યાં તેના પર ધારિયા અને કુહાડીથી હાજર લોકોએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.