બનાસકાંઠા જીલ્લામાં મધ્યાહન ભોજન દૂધ સંજીવનીમાં ભૂલકાઓના નામે ગેરરીતિની આશંકા

ગુજરાતમાં ખેડૂતોના નામે ટેકાના ભાવે મગફળી-રાયડો-તુવેરને બીજા કૃષિ પાકો તથા ડીએપી જેવા રાસાયણિક ખાતર ઓછું આપવામાં મોટી ગેરરીતિ બહાર આવી છતાં કોઈ મુખ્ય ગુનેગાર પકડાતા નથી ત્યાં રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લામાં અછત ગ્રસ્તના નામે ઉનાળુ વેકેશનમાં ડીસા, કાંકરેજ, થરાદ-વાવ-દિયોદર સુઈગામ-લાખણી-ભાભર ધાનેરા તાલુકાઓની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખવાનો તઘલખી નિર્ણયથી વ્યાપક ગેરરીતિની બૂમરાડ ઉઠી છે.
જેમાં પ્રથમિક શાળાના ચાલુ શૈક્ષણિક દિવસોમાં મધ્યાહન ભોજનમાં માંડ બાળકોને ભોજન લેવા બેસાડવા પડે છે જેમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકો તમામ કેન્દ્રો પર ગેરહાજર હોય રસોઈયાને મદદનીશ દ્વારા જ મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલતાં હોય છે. જેમાં પલળેલા આવેલા ઢેફા-કાંકરા-જીવાતવાળા અનાજ કઠોળનો જથ્થો અને અપૂરતા તેલને સામગ્રીમાં માંડ બાળકોનું ભોજન દૂરથી અપડાઉન કરતા શિક્ષકો ઉનાળુ વેકેશનમાં કેવી રીતે શાળાએ પહોચી શકે ?? મધ્યાહન ભોજન સંચાલકો બિચારો ચાલુ શાળાએ ક્યારેય નથી આવતા ત્યાં વેકેશનમાં ?? પ્રાથમિક શાળાના આચાર્યો મધ્યાહન ભોજનની સામગ્રીને દુધ સંજીવની બાબતે સાચી રજૂઆત કરેતો કોઈ સાંભળનાર નથી તો મધ્યાહન ભોજન સંચાલકોનો આક્રોશ છે કે દર મહિને પેશગીમાંથી સાહેબને ૧પ ટકા નું ચૂકવણું ફરજીયાત કરવું જ પડે છે. આ બધા વચ્ચે ઉનાળુ વેકેશનમાં મધ્યાહન ભોજન અને દુધ સંજીવનીનું  ર૯-૩૦ દિવસની નવી ગેરરીતી બનાસકાંઠા જીલ્લામાં  આચરાઈ રહી છે. આચાર્યો-શિક્ષકો-ગ્રામજનોની સાચી રજૂઆત છતાં કાગળ પર આંકડાની માયાજાળ રચાઈ રહી છે. ચોકીદારો આવા “ચોરો”ને પકડવામાં સફળ થશે???
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.