બાળકી મામલે ફરિયાદમાં જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવા સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ

રખેવાળ ન્યુઝ ડીસા
બનાસકાંઠાના ડીસા ખાતેથી બિનવારસી હાલતમાં મળેલી નવજાત બાળકીની કસ્ટડી મામલે વિવાદ સર્જાયો છે અને આ કમનસીબ બાળકીને સારવાર અને ઉછેર અર્થે સુરતના દંપતીને સોંપવાના મામલે ડીસાના જાણીતા જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાતાં ખળભળાટ મચ્યો છે. જોકે આ મામલો ગુજરાત વડી અદાલત સુધી પહોંચી જતા નામદાર કોર્ટે ભરતભાઈ કોઠારી વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા સામે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. ડીસામાં ત્યજેલી હાલતમાં મળેલી બાળકીની સારવાર કરાવી રહેલ ભરતભાઇ કોઠારી વિરુદ્ધ ચાઈલ્ડ વેલફેર બોર્ડે ડીસા ઉત્તર પોલીસ મથકે અપહરણની  ફરિયાદ નોંધાવી હતી. 
જોકે ભરતભાઈ કોઠારીએ આ ફરિયાદને નામદાર હાઈકોર્ટમાં પડકારતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ભરતભાઇ કોઠારી વિરુદ્ધ કોઈપણ અટકાયતી પગલાં ન ભરવા આદેશ કરી આ ફરિયાદ મામલે અમલવારી સામે  આગામી બીજી ડિસેમ્બર સુધી મનાઈ હુકમ ફરમાવી દીધો હોવાના અહેવાલો મળ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.