ઝીરો શેડો ડેઃ ઉત્તર ગુજરાતના ૬ તાલુકામાં ૧૩થી ૨૮ જૂન સુધી છાયો નહીં દેખાય

મહેસાણાઃ સામાન્ય રીતે પડછાયો ક્્યારેય સાથ છોડતો નથી. પરંતુ વર્ષ દરમિયાન જૂન મહિનામાં ખગોળીય ઘટના બનતી હોય છે. જેમાં બપોરના નિશ્ચિત સમયે કેટલીક ક્ષણો માટે કોઇપણ ચીજવસ્તુ કે વ્યÂક્તનો પડછાયો પડતો નથી. આ વખતે અદ્દભૂત ગણાતી આ ખગોળીય ઘટના ઉત્તર ગુજરાતના ૪૭ તાલુકા પૈકી માત્ર ૬ તાલુકામાં જાવા મળશે, એ પણ બબ્બે વખત. જેમાં મહેસાણા જિલ્લાના કડી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં તેમજ અરવલ્લી જિલ્લાના માલપુર, ધનસુરા અને બાયડ પંથકમાં જાવા મળશે. જ્યારે બાકી રહેતા તમામ તાલુકાઓમાં ૨૧ મી જૂનના રોજ બપોરના અલગ-અલગ સમયે વર્ષનો સૌથી ટૂંકો પડછાયો જાવા મળશે.ધરતી પોતાની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ નમેલી હોય ત્યારે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવે ત્યારે કેટલીક ક્ષણો માટે ઝીરો શેડો એટલે પડછોયો પડતો નથી. આ ખગોળીય ઘટના દરેક સ્થળે બનતી નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.