આર. આર. સેલની ટીમે સરડોઈના ટીટીસર ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના સરડોઈ ગામથી મેઢાસણ રોડથી ટીટીસર ગામ પાસેથી બાતમીના આધારે ગાંધીનગર આર. આર. સેલના હેડ કોન્સ્ટેબલ ઇમરણખાન નજામીયા એન વિરભદ્રસિંહ રણજીતસિંહ ની ટીમેં રૂ.૩૫,૧૦૦નો વિદેશી દારૂ ભરેલી ફોડ આઇકોન કારમાંથી ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધાયો હતો.તે દરમિયાન આર. આર. સેલ. દ્વારા વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.તે દરમિયાન તેમણે સરડોઈ થી મેઢાસણ તરફ જતા ટીટીસર ગામ પાસેથી ફોડ આઇ કોન કાર નંબર. જી.જે.૦૧. એચ. એફ. ૭૫૫૫ પર શંકાસ્પદ લાગતા કારની તલાસી લેતાતે માંથી રૂ.૩૫,૧૦૦નો વિદેશી દારૂ તથા બીયરની જુદી જુદી બ્રાન્ડની કુલ આખી પેટી નંગ.૭ તથા છુટી બોટલ ટીન મળી કુલબોટલ નંગ.૨૫૯ જેની કિંમત રૂ.૩૫.૧૦૦નો દારૂ મળી આવ્યો હતો અને ફોડ આઇકોન કારની કિંમત રૂ.૨૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૨,૩૫,૧૦૦ નો મુદ્દામાલ કબજે લઈ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ને સોફતા રૂરલ પીએસઆઇ. કે.વાય. વ્યાસએ ફરાર આરોપીને ઝડપી પાડવા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.