લોકસભા ચૂંટણી : છઠ્ઠા ચરણમાં ૬૧ ટકાથી વધુ મતદાન

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે રવિવારે સઘન સુરક્ષા વચ્ચે ૬૧ ટકાથી વધુ મતદાન થયું હતું. આની સાથે જ છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. હવે માત્ર એક તબક્કામાં મતદાન બાકી છે. ત્યારબાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. અગાઉના પાંચ તબક્કાની જેમ જ છઠ્ઠા તબક્કામાં પણ બંગાળમાં હિંસા વચ્ચે ૮૦ ટકાથી વધુ મતદાન થયું હતું. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રમાણમાં ઓછુ મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ ઓછુ મતદાન નોંધાયું હતું. કેટલીક જગ્યાએ ૫૫થી ૬૦ ટકા વચ્ચે મતદાન થતા ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ છે. મોટા ભાગના રાજ્યોમાં આજે સરેરાશ મતદાન થયું હતું. છ વાગ્યા સુધી દિલ્હીમાં ૫૬.૨૭, બિહારમાં ૫૯.૨૯, મધ્ય પ્રદેશમાં ૬૦.૪૦, બંગાળમાં ૮૦.૧૬, હરિયાણામાં ૬૨.૯૫, ઝારખંડમાં ૬૪.૪૭ ટકા થયું હતું. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર આજે મતદાન યોજાયુ હતું. આ તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધુ મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજના મતદાનની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૮૩ મહિલા ઉમેદવાર સહિત ૯૭૯ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. છઠ્ઠા તબક્કામાં શાંતિપૂર્ણરીતે અને વ્યવસ્થત મતદાનની ખાતરી કરવા માટે એક લાખ ૧૩ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. સાથે સાથે ત્રિપુરામાં પણ ૧૬૮ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન થયુ હતું. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન થયુ હતું. બંગાળમાં આઠ સીટ પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન થયું હતું.રવિવારે ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.