7 ફેરા બાદ વિદાઈના સમયે દુલ્હને પોલીસ બોલાવીની લગ્ન તોડ્યા, કારણ 1 સુટકેસ

વરરાજા જાન લઈને લગ્ન કરવા પહોંચ્યો. જાનના આગમન બાદ મુર્હતના સમયે પંડિતે મંત્ર ઉચ્ચાર પણ કર્યાં સાત ફેરા સાથે અન્ય વિધિ પણ સંપન્ન કરવામાં આવી. પરંતુ વિદાય સમયે સુટકેસમાં રાખેલા દહેજના સામાનના કારણે વરવધુમાં વિવાદ થઇ ગયો. પરિણામ એ આવ્યું કે લગ્ન તૂટી ગયા.દુલ્હને જાનને પાછી વળાવી દીધી. 
 
ઘટના શનિવાર સવારે જીવાજી ક્લબમાં બની હતી. ક્લબમાં ગેટ-1 પર આયોજીત લગ્ન સમારોહમાં પોલીસ પહોંચ્યાં બાદ બંને પક્ષે લગ્ન તોડી નાખ્યાં. દતિયાની રહેનાર દુલ્હન B.E. MBA છે અને ગ્વાલિયરમાં જોબ કરે છે. જ્યારે વરરાજો બીકોમ છે અને સેનેટ્રીની દુકાર ચલાવે છે. હોબાળા બાદ લગ્ન સમારોહમાં પોલીસ પહોંચી તો વરરાજાએ સુસાઈડની ધમકી આપી. જો કે બાદ સમાન અને દહેજમાં મળેલી રકમ પરત કર્યાં બાદ વિવાદ પૂર્ણ થયો.
 
દતિયાની મોટી બજારના નિવાસી જ્વેલર્સ દ્રારિકા પ્રસાદ અગ્રવાલની દીકરી શિવાંગીના લગ્ન ફાલકા બજારના નિવાસી સુરેશ અગ્રવાલના પુત્ર પ્રતિક સાથે નક્કી થયા હતા. શુક્રવારે રાત્રે જીવાજી ક્બલ ગેટનંબર-1માં લગ્ન યોજાયા હતા. સાત ફેરા સહિતની બધી જ વિધિ પુર્ણ થઇ ગઇ. શનિવારે સવારે વિદાય સમયે વરરાજાના પિતાએ દુલ્હનની સુટકેસમાં રાખેલા ઘરેણા અને સામાન બતાવવાની વાત કરી. આ સાસરી પક્ષનું આ વલણ દુલ્હન શિવાંગી અને તેના પરિવારને પસંદ ન આવ્યું. દુલ્હાના પિતાના આવા આગ્રહથી દુલ્હન શિવાંગી તેની લાલચને સમજી ગઇ અને તેમણે જણાવ્યું કે આવા દહેજના લાલચુ લોકો સાથે હું કોઇ સંબંધ રાખાવા નથી માંગતી. શિવાંગીને લગ્ન તોડી નાખવાનો નિર્ણય કર્યો અને દહેજની માંગણીનો આરોપ લગાવતા પોલીસ પણ બોલાવી લીધી. પોીલીસ આવતા બંને પક્ષ વચ્ચે હોબાળો વધ્યો અને વરરાજાના પિતાએ સુસાઇડ કરી લેવાની પણ ધમકી આપી.
 
લગ્ન સમારોહમાં હોબાળો મચી જતાં પોલીસ બંને પક્ષને સમાધાન માટે પોલીસ સ્ટેશન બોલાવ્યાં, શિવાંગીના પિતાએ પણ દુલ્હા વિરૂદ્ધ એફઆરઆઇ નોંધાવી અને દહેજની ડિમાન્ડનો આરોપ લગાવ્યો તો બીજી તરફ શિવાંગીએ આ લગ્ન તોડી નાખવાનો મક્કમ નિર્ણય કરી લીધો,. બાદ દહેજની વસ્તુ અને રકમ પરત કરવાની શરત પર લગ્ન તોડી નાખવામાં આવ્યાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.