અમદાવાદમાં વિચિત્ર અકસ્માત ટ્રક નીચે ગસડાયું સ્કૂટર, ચાલકનો કોઇ પત્તો નહી

અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વલસાડ નજીક ટેમ્પો ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. આ ચકચારી ઘટનામાં હાઇવે પરથી પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રકના નીચેના ભાગે એક સ્કૂટર ફસાય ગયુ હતું.
 
ટ્રકનો ચાલક ફસાયેલા સ્કૂટરને ઢસડી પૂર ઝડપે ટ્રક દોડાવી રહ્યો હતો. જોકે, ટ્રક નીચે સ્કૂટર ઢસડાય રહ્યું છે તેની જાણકારી ટ્રકચાલકને ખબર હતી કે, નહી તે અંગે કોઇ સચોટ જાણકારી પ્રાપ્ત નથી. જોકે, આ ઘટનામાં ટ્રક નીચે ઢસડાતા સ્કૂટરના દ્રશ્યો પાછળ આવતા વાહનચાલકોએ જોતા ટોલનાકા પરના કર્મચારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેના પછી ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકને રોકવામાં આવતા જ ચાલક નીચે ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તપાસ કરવામાં આવતા ટ્રક નીચે સ્કૂટર ફસાયેલું હતું પરંતુ તેના ચાલકની કોઈ ભાળ મળી નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.