પાલનપુરમાં તંત્રને કાયદાનું ભાન કરાવવા ધારાશાસ્ત્રીઓ મેદાને

પાલનપુર : પાલનપુરમાં ઘણા સમયથી રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. આ અંગે વારંવાર અખબારી અહેવાલો પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. રખડતાં પશુઓને પડકવા માટે જિલ્લા કલેકટર દ્વારા આદેશ બાદ નોટિસ પણ અપાઇ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. ત્યારે હવે તંત્રને કાયદાનું ભાન કરાવવા માટે ધારાશાસ્ત્રીઓ મેદાને આવ્યા છે. જેમણે અધિવકતા પરિષદના નેજા તળે શનિવારે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને રખડતાં પશુઓ, ઉભરાતી ગટરો સહિતની સમસ્યા મુદ્દે આવેદન આપ્યું હતુ.
પાલનપુર ખાતે રખડતાં પશુઓ સહિતની સમસ્યાઓ હલ કરવા માટે શનિવારે અધિવકતા પરિષદના નેજા તળે ધારાશાસ્ત્રીઓએ જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ઼ં હતુ. જેમાં જણાવાયું હતુ કે, પાલનપુર બહોળી વસ્તી ધરાવતું જિલ્લાનું વડુમથક છે. જ્યાં જિલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત છે. શહેરના મુખ્યમાર્ગો દિલ્હીગેટ, સીમલાગેટ, શાક માર્કેટ, અમીરરોડ ચાર રસ્તા, સંજય ગાંધી રોડથી સીટીલાઇટ રોડ, ગોબરી રોડ, ગઠામણ દરવાજાથી જુના ગંજ બજાર, ગુરૂનાનક ચોક, રેલવે ઓવરબ્રીજ, જોરાવર પેલેસ, ડિસ્ટ્રીક કોર્ટ સહિત શહેરના અન્ય માર્ગો ઉપર રખડતાં પશુઓની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પણ સવારે ઓફિસ અર્વસના સમયે ગાયો તથા આખલાઓ રોડની વચ્ચોવચ આવીને બેસી જાય છે. ગંભીર અકસ્માતો સર્જાય છે. ઇજાના કારણે માનવ મૃત્યુના પણ દાખલા છે. આ માર્ગો ઉપરથી કલેકટર, પોલીસ અધિક્ષક, સંસદ સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ સહિત જવાબદાર અધિકારીઓની સતત અવર- જવર રહે છે. તેઓ પણ આ સમસ્યાનો ભોગ બને છે. છતાં પણ સમસ્યા દૂર કરવા માટે કોઇ પ્રયત્નો કરવામાં આવતા નથી. તે દુઃખ સાથે આશ્ચર્યની વાત છે. જો ટુંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જાહેર રેલી, ધરણા, ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે. તેમજ જાહેર જનતાની સુખાકારી અને રક્ષણ માટે કાયદાનું હથિયાર ઉગમવાની પણ 
ફરજ પડશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.