PM મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આ મોટી યોજનાની કરી શકે છે જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસે સંબોધન કરતા 32 કરોડથી વધારે જનધન ખાતાધારકો માટે અલગ-અલગ જાહેરાત કરી શકે છે. જેમા જનધન પાર્ટ 2ની ઘોષણા પણ સંભવ છે. સુત્રો મુજબ અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતાધારકો માટે ઓવર ડ્રાફ્ટની સુવિધાને બમણી કરીને 10000 રૂપિયા કરી શકે છે.
 
તે સિવાય સરકાર આ સાથે આકર્ષક લઘુ વીમા યોજનાની પણ જાહેરાત કરી શકે છે, જેમાં રૂપે કાર્ડ હોલ્ડર્સને મળતો મફત અકસ્માત વીમાની રકમને 1 લાખ રૂપિયાથી વધારી શકાય છે.
 
વધુમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનો બીજો પડાવ 15 ઓગસ્ટે પૂરો થવા જઈ રહ્યો છે. સૂત્રો મુજબ યોજના માટે હવે નવા લક્ષ્ય નક્કી કરવાના છે, અને તેની જાહેરાત માટે સ્વતંત્ર દિવસ સમારોહ સૌથી સારો અવસર હશે.
 
નાણાકીય સમાવેશનો પ્રમુખ કાર્યક્રમ પીએમજેડીવાઇની શરૂઆત ઓગસ્ટ 2014એ કરવામાં આવી. પ્રથમ ચરણ 14 ઓગસ્ટ 2015એ પુરુ થયું અને તેમા મૂળ બેંક ખાતા તથા રૂપે ડેબિટ કાર્ડ પર જોર આપાવમાં આવ્યું છે. ગત 4 વર્ષમાં 32.25 કરોડ જનધન ખાતા ખુલ્યા છે. આ ખાતામાં 80,674.82 કરોડ રૂપિયા જમા છે.
 
સરકાર 2015-16માં જાહેર અટલ પેંશન યોજના હેઠળ પેન્શનની સીમા વધારીને 10,000 રૂપિયા માસિક કરી શકે છે. હાલ આ સીમા 5,000 રૂપિયા છે. એપીવાઇ હેઠળ યોગદાન રાશિના આધાર પર અંશધારક 60 વર્ષ પુરા થવા પર 1,000 રૂપિયા 5,000 રૂપિયા સુધી પેન્શન લઇ શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.