ઓરિસ્સામાં ‘ફેની’નું વિકરાળ રૂપ ઃ વ્યાપક તબાહી

પુરી-ભુવનેશ્વર બંગાળના અખાતમાં સર્જાયેલા અને મોડેથી વિકરાળ બની ઓરિસ્સામાં ત્રાટકેલા ચક્રવાતી ફેનીથી ઓરિસ્સામાં ભારે નુકસાન થયું છે. ઓરિસ્સાના દરિયાકાંઠે ફેની ચક્રવાતી તોફાન ત્રાટક્યા બાદ અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. પ્રચંડ ગતિ સાથે પવન ફુંકાયો હતો. ભયંકર તોફાનના કારણે તેના પ્રભાવવાળા વિસ્તારોમાં અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઝુંપડાઓ ઉડી ગયા હતા. ધાર્મિક સ્થળ પુરીના વિસ્તારમાં અનેક જગ્યાઓએ જળબંબાકારની Âસ્થતિ જાવા મળી હતી. તોફાન બાદ હજુ સુધી ઓરિસ્સામાં ત્રણના મોત થયા છે. ૧૨ લાખ લોકોને અન્યત્ર ખસેડવામાં આવી ચુક્યા છે. નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. હવે ફેની તોફાન નબળુ પડી રહ્યું છે અને બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. શ્રેણીબદ્ધ કાર્યક્રમો સંપૂર્ણપણે રદ કરવામાં આવી ચુક્યા છે. ટ્રેન અને વિમાની સેવા બંધ કરવામાં આવી છે. અતિ પ્રચંડ ચક્રાવાતી તોફાન ફેની આજે સવારે આઠ વાગે ઓરિસ્સામાં ત્રાટક્યું હતું. આની અસર હેઠળ શરૂઆતમાં ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ તેની ગતિ વધી હતી અને ૨૪૫ પ્રતિ કલાક કિલોમીટર થઈ હતી. ચક્રવાતને પહોંચવાની પ્રક્રિયાને પૂર્ણ થવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ચક્રવાત માટે બનનવામાં આવેલા ૮૮૦ કેન્દ્રોમાં પણ લોકોને પણ ખસેડવામાં આવ્યા છે. ૧૨ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી પાંચ હજાર સેન્ટરોમાં આ લોકોને રાખવામાં આવ્યા છે. પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભુવનેશ્વરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો તૂટી પડ્યા હતા.અગાઉ ફેની તોફાન ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જારદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ હતી. નુકસાનને ટાળવામાં તંત્રને મોટા ભાગે સફળતા મળી છે. ફેની ત્રાટકે તે પહેલા ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.