ધાનેરા તાલુકાની ૨૮ જેટલી શાળામાં આધુનિક કિચન સેટ બિસ્માર બન્યા

રખેવાળન્યુઝ ધાનેરા : ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં આવતા બાળકોને ગરમ તેમજ પૌષ્ટિક આહાર મળી રહે તે માટે વર્ષ ૨૦૧૭.૧૮માં મધ્યાહન ભોજનને આધુનિક બનાવવા માટે ખાસ ગ્રાન્ટની જોગવાઈ બજેટમાં કરાઈ હતી અને સરકારે બાળકો માટે આધુનિક કિચન સેટ શાળા શાળાએ પહોંચાડી દીધા હતા. પરંતું આ તમામ સાધનો હાલ બિસ્માર હાલતમાં પડ્‌યા છે.યોગ્ય તાલીમ તેમજ સાધનોના ઉપયોગ વિશે માહિતી ના મળતા મધ્યાન ભોજન ચલાવતા સંચાલકો આ આધુનિક સાધનાનો ઉપયોગ કરી શકતા નથી.જેના કારણે લાખો રૂપિયાના રસોડાના આધુનિક સાધન કચરામાં પડ્‌યા છે. ધાનેરાની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની અમારા પ્રતિનિધિએ મુલાકાત લીધી હતી.જ્યાં મોટા ભાગે બાળકો માટે નિયત સૂચના મુજબ ભોજન તો બને છે પણ એજ જૂની પ્રથા પ્રમાણે ભોજન બને છે. જયારે સરકાર દ્વારા આપેલ આધુનિક રસોડા માટેના સાધનો એજ ઠેકાણે પડ્‌યા છે. આધુનિક રસોડા માટેના સાધનોનો ઉપયોગ કેમ નથી થતો આ જાણવા માટે પ્રયાસ કરતા સ્થનિક સંચાલકે આ જવાબ આપ્યો હતો.મધ્યહાન ભોજનના સંચાલકોનું કહેવું છે કે આ સાધનો મળ્યા ને તો દોઢ વર્ષ જેટલો સમય થયો છે પણ ઉપયોગ માત્ર ૪ થી ૫ વાર કરવામાં આવ્યો છે. અને આ આધુનિક સાધન કઈ રીતે ઉપયોગ મા લેવા તેની જાણ નથી તે વાત પણ સ્વીકારી હતી. આ બાબતે સંચાલક શાંતિભાઈએ જણાવ્યું હતું કે,બનાસકાંઠા જિલ્લા અને ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં રોજના લાખો બાળકો ભોજન લેતા હોય છે.જયારે બાળકોના સારા આરોગ્ય માટે સરકાર ચિંતા કરી આધુનિક મધ્યાહ્નન ભોજન યોજના અમલમાં મૂકી રહી હોય છતાં આ ઉપયોગી યોજના સાર્થક સાબિત થતી નથી.ધાનેરાની ૧૨૭ શાળામાંથી ૨૮ જેટલી શાળામા આધુનિક રસોડા માટેના સાધનો આપવામાં આવ્યા છે.પણ જરૂરી માહિતી ના અભાવે હાલ તમામ સાધનો ભંગાર બની ગયા છે.શાળા એસએમસી અધ્યક્ષ તેમજ બાળકોના માતા પિતા પણ વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી તમામ રસોડા માટેના સાધનો નો યોગ્ય ઉપયોગ થાય તરવી માગણી કરી રહ્યા છે. આ બાબતે એસએમસી અધ્યક્ષ દલપતસિંહએ જણાવ્યું હતું કે,બાળકોને મળતા ભોજનને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર સજાક બની કામ કરે તો સરકારની યોજનાનો લાભ લોકો સુધી પહોંચ્યો હોવાનું હકીકતમાં સાબિત થાય.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.