ઉનાવામાં દારૂના કટીંગ ઉપર પોલીસનો દરોડો

ઉંઝા : ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના યાત્રા સ્થળ ઉનાવા પોલીસ મથકની હદમાં દારૂબંધીની નિતિનું ક્રુર છેદન થઈ રહ્યું હોય તેવી અવાર નવાર પોલીસ તંત્ર દ્વારા થતા દરોડાઓમાં દારૂનો મોટો જથ્થો ઝડપાતો હોય છે.
ઉનાવા ગામની સીમમાં શીંહી રોડ તરફ બેલાવવાળા નામના આંટામાં આવેલ ભરતજી ચેનાજી રાજપુત રહે. શીહીંવાળાના ખેતરામાં બનાવેલ તબેલાના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી કટીંટ કરી સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની મળેલ બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીએ સ્ટાફ સાથે મધ્યરાત બાદ આ જથ્થાને ખાનગીમાં જઈને અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં બે ઈસમો ઝડપાઈ ગયા હતા જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો ત્યારે એક વેગનઆર ગાડીમાં દારૂનો જથ્થો ભરાતો હતો. જેથી પોલીસે કુલ ૭૦ નંગ પેટીઓમાં રહેલ ૮૪૦ નંગ બાટલીઓનો જથ્થો કિંમત રૂપિયા ર.પર લાખ, વેગનઆર ગાડી નં જીજે. ૦૧ એચ.કે. ૭૭૪૭ કિંમત એક લાખ તેમજ દશ હજારની કિંમતના બે મોબાઈલ ફોન કુલ ૩.૬ર લાખનો મુદ્દામાલ કબજે કરી ઉનાવા પોલીસ મથકે ચાર ઈસમો વિરૂધ્ધ પ્રોહિએક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપીઓ તરીકે ભરતજી ચેનાજી રાજપુત રહે સીંહી, કિરણજી ઉર્ફે ગુરૂ ઠાકોર રહે. ઉંઝા, અજયગીરી ભરતગીરી ગોસ્વામી રહે. ઉંઝા અને ચેતન પ્રમોદભાઈ દરજી રહે ઉંઝાના નામો દર્શવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાવા પોલીસ મથકની હદના ઉનાવા ટાઉન સહિત અન્ય ગામોમાં છેલ્લા ઘણા વખતથી પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને  કારણે દારૂ, જુગારના અડ્ડાઓ, કેફીપદાર્થોનું વેચાણ તથા અન્ય સમાજ વિરોધી પ્રવૃત્તિઓ બેરાકટોક ધમધોકાર રીતે ચાલી રહી હોવાનુ ચર્ચાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.