અંધવિશ્વાસી બસ ડ્રાઈવરે જ્યોતિષની સલાહ પર કલાક મોડી ચલાવી બસ, બોલ્યો નહિતર 15ના મોત થાત

બેંગ્લોરઃ કર્ણાટકના બેંગ્લોરમાં એખ અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. બેંગ્લોરમાં બીએમટીસીના એક ડ્રાઈવરે બસને માત્ર એટલા માટે એક કલાક મોડી ચલાવી કેમ કે જ્યોતિષે તેને આવું કરવા માટે કહ્યું હતું. ડ્રાઈવરે કલાક સુધી બસને ડિપોમાં જ ઉભી રાખી દીધી અને પછી સમય થયા બાદ જ પ્રવાસીઓને લઈને રવાના થયો હતો. બસ મોડી થતાં પ્રવાસીઓએ અધિકારીઓને ફરિયાદ કરી હતી, જે બાદ આ મામલે ડ્રાઈવરને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. ડ્રાઈવરે જવાબમાં કહ્યું કે જ્યોતિષે તેને કહ્યું હતું કે જો બસ સમયસર નિકળશે તો યાત્રીઓનાં મૃત્યુ થઈ જશે.
 
બેંગ્લોરમાં એક બસ ડ્રાઈવર ચર્ચાનો વિષય બની ગયો હતો. બેંગ્લોર મહાનગર પરિવહન નિગમના ડ્રાઈવર યોગેશ ગૌડાની ડ્યૂટી શહેરના રૂટ નંબર 45જે પર લાગી હતી. મંગળવારે સવારે 6.15 વાગ્યે યોગેશે મેજિસ્ટિક બસ સ્ટેશને જવા માટે બસ લઈને નિકળવાનું હતું, પરંતુ તેણે એવું ન કર્યું. યોગેશ બસ સ્ટેશન તો પહોંચ્યો, પરંતુ યોગેશે બસ સ્ટેશન પર સવા કલાક સુધી બસ ઉભી રાખી દીધી હતી. ડ્રાઈવરની આ હરકતથી પરેશાન થઈ પ્રવાસીઓએ ઉપરી અધિકારીને ફરિયાદ કરી હતી.
 
6.15 વાગ્યે નિકળવાને બદલે યોગેશ બસને 7.25 વાગ્યે લઈને નિકળ્યો. યોગેશે કહ્યું કે જ્યોતિષના કહેવા પર તેણે આવું કર્યું. યોગેશે જણાવ્યું કે જ્યોતિષે તેને કહ્યું હતું કે 31 ઓગસ્ટે જો તે ડિપોથી સમયસર નિકળશે તો રાહુ કાળને કારણે 15 યાત્રીઓનાં મોત થઈ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.