ચુકાદો સાંભળતાં જ કોર્ટમાંથી ભાગી ગયો ગેંગરેપનો દોષિત, કઈ ન કરી શક્યા કોર્ટમાં તહેનાત 20 પોલીસવાળા

કોર્ટની સુરક્ષા વ્યવસ્થાની ફરી એકવાર પોલ ખુલી ગઈ. ગુરુવારે વિશેષ ન્યાયાધિશ કુમુદીની પટેલની કોર્ટથી બળજબરીના મામલાનો આરોપી 27 વર્ષીય મેહબૂબ અલી સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયો. તેને 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.
 
જે સમયે ઘટનાક્રમ થયો તે સમયે કોર્ટમાં અનેક લોકો ઉપસ્થિત હતા. પરંતુ કોઈએ તેને પકડવાનો પ્રયાસ ન કર્યો.
એશબાગ નિવાસી 27 વર્ષીય મેહબૂબ અલી તથા અંસારની વિરુદ્ધ શાહજહાંનાબાદ પોલીસ સ્ટેશનમાં 2014માં ગેંગરેપનો મામલો નોંધાયો હતો. આ મામલામાં મેહબૂબ હાઈકોર્ટથી જામીન પર હતો અને અંસારને સેન્ટ્રલ જેલ ભોપાલથી ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જજ કુમુદીની પટેલે આ મામલામાં ચુકાદો સંભળાવતા મેહબૂબ અલી અને અંસારને દોષી માનતા તેમના વકીલને સજાના પ્રશ્ન પર જવાબ આપવા કહ્યું. ત્યાં ઊભેલા મેહબૂબ અલીને જેવી ખબર પડી કે કોર્ટે તેને દોષિ માની લીધો છે તો તે તક મળતાં જ કોર્ટમાં કેદીઓ માટે બનાવેલા રસ્તેથી ફરાર થઈ ગયો.
 
ખાસ વાત એ છે કે ગુરુવારે કોર્ટ પરિસરમાં જ મોનીટરિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી. જેમાં પોલીસ પ્રશાસન અને કોર્ટના અધિકારી ઉપસ્થિત હતા. આ દરમિયાન સરકારી વકીલે સત્ર ન્યાયાધીશને ઘટનાક્રમની જાણકારી આપી. ત્યારબાદ ન્યાયાધીશ કુમુદીની પટેલે સત્ર ન્યાયાધીશને મળી તેમને ઘટના વિશે માહિતગાર કર્યા.
 
20 પોલીસકર્મીની રોજ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાંથી ડ્યૂટી લાગે છે. તે કોર્ટના તમામ ગેટ પર તહેનાત હોય છે. તેમનું કામ લોકો પર નજર રાખવી અને અંદર જનારી વ્યક્તિઓનું ચેકિંગ કરવાનું છે. હકીકત એ છે કે મુખ્ય પ્રવેશદ્વાર પર તહેનાત સુરક્ષાકર્મી ત્યાં મૂકેલી ખુરશીઓ પર આરામ કરતા જોવા મળતા હોય છે. કોર્ટમાં કાચા કામના કેદી અને આરોપી ઉપરાંત જેલમાં બંધ કેદીઓને લાવવામાં આવતા હોય છે. કેદીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા પોલીસ લાઇનથી તેમની સુરક્ષા માટે વધારાનો પોલીસ ફોર્સ મોકલવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવતા આરોપીઓની જવાબદારી પોલીસની હોય છે.
 
અત્યાર સુધી કોર્ટની સુરક્ષાને લઈને કોઈ મજબૂત યોજના નથી બનાવી શકાઈ. આરોપીઓ અને કેદીઓના પરિજન મોટી સંખ્યામાં કોર્ટમાં આવે છે. ન તો કોઈ મનાઈ છે અને ન તો તેમની સંખ્યા નિશ્ચિત છે. તેઓ જ કોર્ટ કેમ્પસમાં પોતાના પરિચિતો સુધી ગેરકાયદે સામાન પહોંચાડે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.