રાત્રે દુલ્હને એવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું કે લોકો આંગળી ચાટતા રહી ગયા, સવારે જાગ્યા તો હોશ ઊડી ગયા

અહીં ફિલ્મી સ્ટાઈલમાં એક દુલ્હન લગ્નના ચોથા દિવસે સાસરાવાળાઓને લૂંટીને રફુચક્કર થઈ ગઈ. દુલ્હને ફેમિલીના ખાવામાં બેભાન થવાની વસ્તુ નાંખી દીધી હતી. સવારે પાડોશીઓએ 100 નંબર ડાયલ કરી સુચના આપીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
 
ઇગલાસ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ સાથિનીમાં રહેતાં રવિ કુમારના લગ્ન ટુંડલામાં રહેતી કમલેશ સાથે થયાં હતા. આ સંબંધ કોઈ સંબંધીએ જ કરાવ્યાં હતા. બે દિવસમાં જ પરણિતાએ સાસરાવાળાઓના મન જીતી લીધા હતા. કમલેશ માત્ર સુંદર હોવાને કારણે જ નહીં પરંતુ વાતે વ્યવહારે પણ પરિવારના લોકોને પસંદ આવી હતી. 
લગ્નના ચોથા દિવસે સોમવારે રાત્રે દુલ્હને પોતાના હાથે ખાવાનું બનાવીને ફેમિલીને ખવડાવવાની જીદ કરી. રાત્રે પરિવારનાં લોકો એકસાથે બેસીને જમ્યાં. પરંતુ ખાવાની પ્રશંસા કરતાં કરતાં પરિવારનાં લોકો ભાન ગુમાવવા લાગ્યાં અને થોડાં સમય બાદ બધાં બેભાન થઈ ગયા.
મંગળવારે સવારે પાડોશીએ જ્યારે તેમના ઘરમાંથી કોઈ અવાજ ન સાંભળ્યો તો તેઓએ ખાંખાખોળા કર્યાં. જે બાદ 100 નંબરને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દુલ્હા રવિ કુમાર, પિતા બલવીર, ભાઈ સોનુ, રામધન, ભાભી સર્વેશ અને ભાણેજ રવીનાને હોસ્પિટલમાં દાખલ કર્યાં. 
એસપી ગ્રામીણ મનીલાલ પાટીદારના જણાવ્યા મુજબ, પરિવારે ફરિયાદ કરી છે કે દુલ્હન જ્વેલરી અને રોકડા લઈને ગાયબ થઈ ગઈ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.